ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી

Grihshobha - Gujarati|May 2020

ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી
વિવાદનો મુખ્ય મુદ્દો ઘરખર્ચ હોય અને તેના લીધે તમારો એકબીજા સાથેનો સંબંધ તૂટી જવાની સ્થિતિમાં આવી ગયો હોય, એવું શું કરવું જોઈએ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે...

એક મધ્યમવર્ગીય ઘરમાં પતિપત્ની વચ્ચે સૌથી વધારે ચર્ચાનો વિષય હોય છે ઘરખર્ચ. જોકે દરેક ઘરમાં ઘરખર્ચ પર થતા વિવાદની સ્ક્રિપ્ટ પણ લગભગ એકસમાન હોય છે, જેને આપણે “આરોપોની સ્ક્રિપ્ટ પણ કહી શકીએ છીએ. તેમાં પતિ કહેતો હોય છે, “આજકાલ ઘરના ખર્ચા ખૂબ વધી ગયા છે. થોડુંક સાચવીને ઘર ચલાવો. પૈસા ઝાડ પર નથી ઊગતા.”

હવે પત્ની પણ ક્યાં ઊણી ઊતરે તેમ છે. તે પણ સામે સંભળાવે છે, “ખર્ચ તો તમારા લોકો ઉપર થાય છે. હું તો મીઠા સાથે રોટલી ખાઈને પણ ખુશ છું.”

આ સાંભળીને પતિ કહે છે, “મીઠા સાથે રોટલી ખાઈને ભલે ખુશ હોય, પરંતુ પૂરો દિવસ એસી ચલાવીને ટીવી જોયા કરે છે. વીજળીનું બિલ વધારે છે તેનું શું?”

“માત્ર મારું ટીવી જેવું જ દેખાય છે અને તમે ઉનાળામાં પણ ગરમ પાણીથી નહાવામાં વીજળી વેડફો છો, ૧૦ વાર ચા-કોફીમાં ખાંડ અને ચા-કોફી લો છો તેમજ ગેસ ખર્ચ કરાવો છો તેનું શું?”

ઘર સાથે આ જે ખર્ચ શબ્દ જોડાયેલો છે તેની દરેક વ્યક્તિ માટે અલગઅલગ પરિભાષા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક પરિવાર જેમાં સાસુસસરા, પતિપત્ની અને તેમના ૨ બાળક છે. તે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાય છે, જ્યાં રૂપિયા ૧૫૦૦ નું બિલ આવે છે. સાસુ માટે બહાર ખાવા જવાનો અર્થ કામચોરી અને ઉડાઉપણું હતો. તેમના માટે તો રૂપિયા ૧૫૦૦ નો આ ખર્ચ બિલકુલ બિનજરૂરી હતો. તેઓ ખાતાખાતાં વારંવાર બબડી રહ્યા હતા કે, "અહીંથી વધારે સારું તો મેં ઘર પર બનાવ્યું હોત... આજકાલ તો બહાર ખાવા માટે લોકો પોતાનું ઘર અને સ્વાશ્ય બંને બરબાદ કરી રહ્યા છે.”

જોકે સસરાની નજરમાં આ ખર્ચ સંબંધમાં કરેલું ઈન્વેસ્ટમેન્ટ હતું. તેઓ જોઈને ખૂબ ખુશ હતા કે લાંબા સમય પછી પૂરો પરિવાર એકસાથે બહાર આવ્યો છે અને ખુશ છે. તેમના માનવા અનુસાર આ પ્રકારનું આઉટિંગ પરિવાર માટે ખૂબ જરૂરી છે.

વહુ માટે તો આ લંચ આવશ્યકતા હતી, કારણ કે તેની કમરમાં દુખાવો હતો અને તે રસોઈ બનાવવામાં અસમર્થ હતી. બહાર ખાવાથી તેને પણ રસોઈના ૧૦ કામથી મુક્તિ મળી ગઈ હતી. જ્યારે પતિને એમ વિચારીને રાહત મળી ગઈ હતી કે હવે બાળકો તેને થોડા દિવસ સુધી સંભળાવશે નહીં કે પપ્પા, તમે અમને કેટલા બધા દિવસથી ક્યાંય બહાર પણ નથી લઈ ગયા.

જોયું તમે? અલગઅલગ દૃષ્ટિકોણના લીધે એક જ ખર્ચના કેટલા અર્થ અહીં નીકળી ગયા. કોઈ માટે ફાલતુ ખર્ચ, કોઈ માટે ઈન્વેસ્ટમેન્ટ, કોઈ માટે જરૂરિયાત, તો કોઈ માટે રાહત. જ્યાં દષ્ટિકોણ અલગ હોય અને એકબીજાના દૃષ્ટિકોણ પ્રત્યે સ્વીકારભાવ ન હોય, ત્યાં વિવાદ પેદા થાય છે અને જ્યારે બે વિવાદગ્રસ્ત લોકો વચ્ચે હેલ્પિ કોમ્યુનિકેશન ન હોય ત્યારે તેમની વચ્ચે બાહ્ય હસ્તક્ષેપ શરૂ થઈ જાય છે. તેમાં પણ જો વિવાદનો મુદો ઘરખર્ચ હોય તો પછી હસ્તક્ષેપ હોય છે પતિપત્ની બંનેનું માનો. આવું એટલા માટે, કારણ કે એક છોકરો જેણે પોતાની માને ઘરખર્ચ ચલાવતા જોઈ છે તે વિચારે છે કે માની રીત સાચી છે અને ત્યાર પછી તે ઈચ્છતો હોય છે કે તેની પત્ની પણ તે જ રીતે ઘર ચલાવે. આ વાત પત્નીને પણ લાગુ પડે છે. તેણે પોતાના પિયરમાં જેવું જોયું હોય છે, તેવા જ ગુણ તેનામાં પણ આવી જાય છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020