લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં

Grihshobha - Gujarati|May 2020

લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં
ઘણી વાર ગર્ભધારણથી બચવા છોકરીઓ કોંટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય છે, પરંતુ તેમને તેના યોગ્ય ઉપયોગની જાણકારી નથી હોતી...

કિશોરાવસ્થામાં ઘણી વાર કિશોર ઓપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષિત થઈને શારીરિક સંબંધ બનાવવા માટે ઉત્સુક રહેતા હોય છે. તેઓ પ્રેમના આવેશમાં સેક્સ તો માણી લે છે, પરંતુ પોતાની અજ્ઞાનતાના લીધે પ્રોટેક્શનનો ઉપયોગ નથી કરતા જેના પરિણામે વિભિન્ન પ્રકારની જાતીય બીમારીનો શિકાર બની જાય છે.

એક સર્વેના આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે ૧૫ થી ૧૯ વર્ષની ૧.૬ કરોડ છોકરીઓ ગર્ભવતી થાય છે. આ નાની ઉંમરમાં ગર્ભધારણ કરવાનું સૌથી મોટું કારણ કિશોરોનું અલ્પજ્ઞાન અને અણસમજ હોય છે. કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વિના કરવામાં આવતા સેક્સથી સેમ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈફેક્શન, સર્વાઈકલ કેન્સર અને હાઈપરટેંશન જેવી બીમારી થવાનું જોખમ રહે છે. આ બીમારી છોકરા છોકરી બંનેને થઈ શકે છે.

કિશોરોમાં પ્રેગ્નન્સી અને અસલામત સેક્સના લીધે થતી બીમારીને લઈને મૂલચંદ હોસ્પિટલ, દિલ્લીના સીનિયર ગાયનેકોલોજિસ્ટ ડો. મીતા વર્મા સાથે વાત કરી ત્યારે તેમણે કિશોરોના ઉપયોગ હેતુ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને તેના જોખમ વિશે વિસ્તૃત જાણકારી આપી :

કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ શું છે અને તેને ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?

તે ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ છે. તેને પોસ્ટ કોડલ અને મોર્નિંગ આફ્ટર પિલ પણ કહેવામાં આવે છે. આઈ પિલ એક હોર્મોન છે. તેની બેસ્ટ ઈફેક્ટ ત્યારે થાય છે જ્યારે તેને સેક્સના ૧ કલાકની આસપાસ લેવામાં આવે. તેને ૭૨ કલાકમાં ૨ વાર ર૪ કલાકના અંતરાળમાં લેવામાં આવે છે. ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવની ત્યારે જરૂર પડે છે જ્યારે છોકરી સાથે બળાત્કાર થયો હોય. અનિચ્છિત ગર્ભનું જોખમ હોય અથવા સેક્સ દરમિયાન કોન્ડોમ ફાટી ગયો હોય. લોકો વિથડ્રોલ ટેકનિકનો પણ ઉપયોગ કરતા હોય છે. તેમાં જો અંડરએજ ઈજેક્યુલેશન થઈ ગયું હોય ત્યાર પછી આ પિલનો ઉપયોગ કરતા હોય છે. જો પીરિયડ અનિયમિત હોય અને તમે સુરક્ષાને લઈને ચિંતિત હોય તો આ સ્થિતિમાં પણ ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જરૂર પડે છે.

જો કોઈ છોકરી તેને આદત બનાવી લે તો તેના કયા નકારાત્મક પ્રભાવ પડી શકે છે?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020