સેક્સમાં પતિની બળજબરી

Grihshobha - Gujarati|May 2020

સેક્સમાં પતિની બળજબરી
દાંપત્યજીવનમાં અનિચ્છાએ સેક્સ સંબંધ બાંધવાની સમસ્યા હોય તો તેનો સામનો કરી શકાય છે, કંઈક આ રીતે...

ડિનર કરીને શ્વેતા ઊંઘવા જતી રહી. તેનો પતિ પ્રદીપ હજી ઘરે નહોતો આવ્યો. પહેલા શ્વેતા રાત્રે ભોજન સમયે પતિની મોડા સુધી રાહ જોતી હતી. થોડા દિવસ પછી પ્રદીપે કહ્યું કે જો તે ૧૦ વાગ્યા સુધી ઘરે ન આવે તો તેની ભોજન માટે રાહ ન જુએ. ત્યાર પછી મોડું થતાં શ્વેતા જમીને ઊંઘી જતી હતી. જોકે તેને ઊંઘ નહોતી આવતી.

પ્રદીપ મોટાભાગે મોડી રાત્રે ઘરે આવતો હતો. ત્યાર પછી ક્યારેક ઊંઘી જતો તો ક્યારેક જેતાને જગાડીને શારીરિક સંબંધ બાંધવા વિવશ કરતો. ગાઢ નિંદ્રામાં ઊંઘતી શ્વેતાને આ રીતે બાંધવામાં આવતો સંબંધ નહોતો ગમતો. ક્યારેક- ક્યારેક શ્વેતાને લાગતું કે જાણે પતિ પ્રેમ ન કરતા બળાત્કાર કરી રહ્યો છે.

પરંતુ શ્વેતા પોતાની જાતને એમ વિચારીને મનાવી લેતી કે પતિની શારીરિક જરૂરિયાતને પૂરી કરવા માટે લગ્ન કરાવવામાં આવે છે. તેથી તેણે પતિની જરૂરિયાત પૂરી કરવી જ જોઈએ. આ જબરદસ્તીમાં શ્વેતાને પોતાના ૪ વર્ષના લગ્નજીવનમાં માત્ર ૧-૨ વાર જ એવું લાગ્યું હતું કે પ્રદીપ પ્રેમથી પણ સંબંધ બાંધી શકે છે. મહદ્અંશે તો શ્વેતા જબરદસ્તીનો શિકાર બનતી હતી. આ વાતની અસર તેની પર એ હદ સુધી થઈ કે તે શારીરિક સંબંધ બાંધવાથી ચિડાવા લાગી. તેને એક દીકરો હતો. શ્વેતા જ્યારે પોતાની સાહેલી સાથે વાત કરતી ત્યારે તેને જાણવા મળતું કે તેમનો પતિપત્નીનો સંબંધ તો આનંદમય હતો. જ્યારે શ્વેતાએ તેની સાહેલી શાલિનીને પરેશાની જણાવી ત્યારે તે શ્વેતાને એક દિવસ સેક્સ કાઉન્સેલર પાસે લઈ ગઈ.

સેક્સ બાબતે વાતચીતમાં નીરસતા

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020