જ્યારે લો હેલ્થ પોલિસી
જ્યારે લો હેલ્થ પોલિસી
હેલ્થ ઈસ્યોરન્સ લેતાં પહેલાં આ ૯ વાતો પર ધ્યાન આપો...

મોટાભાગે લોકો હેલ્થ પોલિસી લેતી વખતે જરૂરી વાતોને નજરઅંદાજ કરી દે છે. હેલ્થ પોલિસી લેતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી હોય છે, આ બાબતે જણાવી રહ્યા છે મલ્ટિ હેલ્થ કંપનીઓના એજન્ટ શૈલેન્દ્ર.

પોલિસી લેતી વખતે અચૂક સરખામણી કરો

હેલ્થ ઈસ્યોરન્સ પસંદ કરતાં પહેલાં તમે ૩-૪ કંપનીના પ્લાનને ચેક કરી લો. તેનાથી તમને ખબર પડી જશે કે કયા પ્લાનમાં કઈ સુવિધા મળી રહી છે અને કઈ નહીં. ધ્યાન રાખો જે પ્લાનમાં ખૂબ વધારે શરતો હોય તેને ખરીદવાથી બચો. હેલ્થ પોલિસીના દરેક ક્લોઝ પર ખાસ ધ્યાન આપવું.

તમારી જરૂરિયાત પર ધ્યાન આપો

જ્યારે પણ પોલિસી લેવા અંગે વિચાર કરો તો તમારા પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો. પરિવારના સભ્યોની સંખ્યા અને ઉંમર પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. જો યંગ ફેમિલી છે તો બેઝિક રૂ. ૫ લાખ ધરાવતી પોલિસી લઈ શકો છો, જેમાં પેરન્ટ્સ અને બાળકો કવર કરે છે તેનું પ્રીમિયમ રૂપિયા ૧૬,૮૪૦ના લગભગ હોય છે. તેની સાથે કેટલીય કંપનીઓ વધારાના ૧૫૦ ટકા રીફિલ એમાઉન્ટ પણ આપે છે. જેમ કે તમે રૂપિયા ૫ લાખની પોલિસી લીધી છે તો તમે રૂ. ૩-૭ લાખ ૫૦ હજારનો લાભ ઉઠાવી શકો છો. પરંતુ જો પરિવારમાં માતાપિતા છે તો મોટા ફ્લોટર કવર ધરાવતી પોલિસી લો જેથી મોટી બીમારી આવતા તમારા ખિસ્સા પર બોજ ન આવે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે જે પણ પોલિસી લો તેનું પ્રીમિયમ ચૂકવી શકો.

ક્લેમ પ્રોસેસ હોય સરળ

જ્યારે પણ પોલિસી ખરીદો ત્યારે ક્લેમ પ્રોસેસ જરૂર પૂછે. જેમ કે ક્લેમને કેટલા કલાકમાં અપ્રુવલ મળી જાય છે, પેનલમાં કેટલી હોસ્પિટલ આવે છે અને જો પેનલની બહારની હોસ્પિટલમાં ટ્રીટમેંટ લો ત્યારે રીઈબર્સ કેટલા દિવસોમાં થાય છે. આ તમામ માહિતી તેમની સાઈટ્સ પર જઈને પણ મેળવી શકો છો. સામાન્ય રીતે ક્લેમને ૩ થી ૯ કલાકમાં અપૂવલ મળી જાય છે અને ૨૦-૨૫ દિવસમાં રીઈબર્સ આવી જાય છે. તેથી સરળ ક્લેમ પ્રોસેસ ધરાવતી પોલિસીની પસંદગી કરવામાં સમજદારી છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 2020