શિયાળામાં સાંધાના દુખાવાને બાયબાય

Grihshobha - Gujarati|February 2020

શિયાળામાં સાંધાના દુખાવાને બાયબાય
વિન્ટર સીઝન સાંધાની સમસ્યાને ન વધારે, તે માટે એ જરૂર જાણો...

સાંધાની પીડામાં સૌથી વધારે પરેશાન કરનારી સમસ્યા છે. આ સમસ્યા માત્ર વડીલોને જ નહીં, પરંતુ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. વધતી ઠંડીની સાથે સાંધાનો દુખાવો પણ વધવા લાગે છે, જેના લીધે ચાલવાફરવામાં પણ મુશ્કેલી પડે છે. આખરે કેમ શિયાળાની મોસમમાં સાંધાનો દુખાવો વધી જાય છે અને કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકાય છે, તેના વિશે જણાવી રહ્યા છે ડોક્ટર શંકર ભગત.

કેમ થાય છે સાંધાનો દુખાવો

ઉંમરની સાથે હાડકાંમાંથી કેલ્શિયમ અને અન્ય ખનિજ પદાર્થો ઓછા થવા લાગે છે. કોઈપણ સાંધામાં હાડકાં પરસ્પર સંપર્કમાં નથી આવતા. સાંધાની વચ્ચે એક કાર્ટિલેજનું લેયર હોય છે. જેવા આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ લેયરને લચીલું અને ચીકણું રાખતું લુબ્રિકેંટ ઓછું થવા લાગે છે. લિગામેંટ્સની લંબાઈ અને લચીલાપણું પણ ઓછું થઈ જાય છે, જેના લીધે સાંધા જકડાઈ જાય છે.

શિયાળામાં સાંધાનો દુખાવો એટલે પણ વધી જાય છે, કારણ કે ઠંડીની મોસમના લીધે શરીરનું ઉષ્ણતામાન ઘટી જવું શરૂ થાય છે. શરીરમાં ઉષ્ણતામાન ઘટવાના લીધે સાંધાની રક્તવાહિનીઓ એટલે કે બ્લડ વેસલ્સ સંકોચાવા લાગે છે, જેના લીધે સાંધા જકડાવાની સાથે પીડા થવા લાગે છે.

આ રીતે પીડાથી છુટકારો મેળવો

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020