હેર કેર અને સ્ટાઇલિંગ ટીપ્સ

Grihshobha - Gujarati|February 2020

હેર કેર અને સ્ટાઇલિંગ ટીપ્સ
અહીં જણાવેલી ટિપ્સ તમારા વાળને સ્વસ્થ બનાવવાની સાથે આપશે પરફેક્ટ લુક...

આજની યુવાન છોકરીઓના મનમાં ઘણા પ્રશ્નો ઊઠતા હોય છે, જેમ કે વાળની કાળજી કેવી રીતે લેવી, કેવી હેરસ્ટાઈલ અપનાવવી જેથી પરફેક્ટ લુક મળે, રફ વાળની કેર કેવી રીતે કરવી વગેરે.

વાળને હેલ્ધિ રાખવા અને હેરસ્ટાઈલની નવી રીત વિશે ગૃહશોભા સાથે થયેલી એક મુલાકાતમાં આરિફ સલમાનીએ પરફેક્ટ અને સુંદર લુક માટે કેટલીક ખાસ સ્ટેપની સાથે હેરફેર ટિપ્સ પણ આપી હતી.

આ રીતે સારસંભાળ રાખો.

સતત વધી રહેલું પ્રદૂષણ વાળને કમજોર અને શુષ્ક બનાવી દે છે. આ સ્થિતિમાં અહીં જણાવેલી ટિપ્સ અપનાવીને તમે પણ બનાવી શકો છો તમારા વાળને સુંદર અને ભરાવદાર:

• વાળને પોષણ આપવા માટે નાળિયેરના દૂધનો ઉપયોગ કરો. નાળિયેરનું દૂધ વાળને પોષણ આપે છે, સાથે તે વાળને લાંબા અને ચમકદાર પણ બનાવે છે. જો તમારા વાળ વધારે શુષ્ક હોય તો તમારે નાળિયેરના દૂધનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી વાળ સોફ્ટ અને સિલ્કી દેખાશે.

• વાળને ચમકદાર બનાવવા માટે તમે સરકાનો ઉપયોગ કરી શકો છો. સરકામાં પોટેશિયમ અને બીજા ગુણકારી એંજાઈમ હોય છે, જે ખંજવાળ અને ખોડાથી રાહત અપાવે છે.

• અઠવાડિયામાં ૨ વાર વાળમાં બદામ, ઓલિવ અથવા નાળિયેરના તેલથી મસાજ કરવાથી વાળ હેલ્ધિ રહે છે.

• વાળની સારસંભાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટ અચૂકપણે લેવી જોઈએ. વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ આપવા માટે ૧ ઈંડાને ફીણીને ભીના વાળમાં લગાવો. તેને ૧૫ મિનિટ સુધી રહેવા દો, ત્યાર પછી નવશેકા પાણીથી ધોઈ લો.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020