નાનો ગલ્લો મોટી બચત

Grihshobha - Gujarati|February 2020

નાનો ગલ્લો મોટી બચત
રોજ થોડા પૈસા જમા કરવાની ટેવ મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ કામની સાબિત થઇ શકે છે...

બોધપાઠ આપનારો આ કિસ્સો મધ્યપ્રદેશના જિલ્લા છિંદવાડાનો છે, જ્યાં સ્કૂલના બાળકોએ રમત રમતમાં લગભગ ૧ કરોડ રૂપિયા જમા કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બાળકોમાં બચતની ટેવ પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭ માં શરૂ કરવામાં આવેલી “અરુણોદય ગુલ્લક યોજના" અંતર્ગત બાળકોએ રકમ જમા કરી હતી.

જો આ પ્રવૃત્તિને બધા પોતાના જીવનમાં ઉતારે તો ઈચ્છિત બચત કરી શકે, જરૂર છે માત્ર એક ગલ્લાની, જે હવે ઘરમાંથી ગાયબ થઈ ગયો છે. એક સમયે ગલ્લો ભારતીય ઘરમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો, પરંતુ બચતના વધેલા વિકલ્પ અને સરળ બેંકિંગ પ્રક્રિયાએ આ જરૂરિયાતને લગભગ નાબૂદ કરી દીધી છે.

ગલ્લાનું મહત્ત્વ એ વાતથી સમજી શકાય છે કે નજરની સામે જ બચત થાય છે. રોજ પૈસા જમા કરવાની ટેવ શિખવનાર ગલ્લો જોકે સહજ ઉપલબ્ધ થાય છે, તેથી તેને ભરવાનું દરેકનું મન થાય છે.

ટીપેટીપે સરોવર ભરાય છે, આ વાત ગલ્લાના સંદર્ભે સત્ય સાબિત થાય છે, જેમાં દરરોજ ૧૦-૨૦ રૂપિયા નાખવામાં આવે તો પણ ખિસ્સા અથવા બજેટ પર કોઈ ખાસ ફરક નથી પડતો અને બેંકમાં દોડધામ કરવાની પણ મહેનત નથી કરવી પડતી. બાળકોને ખુશીથી પિગી બેંક અપાવતા માબાપ પોતાના માટે પણ એક નાનકડો ગલ્લો ખરીદે તો તેઓ પણ બચત કરી શકે છે.

ગલ્લાની ખાસિયત

માટીમાંથી બનેલા અને માત્ર ૧૦-૨૦ રૂપિયામાં મળતા ગલ્લામાં સરળતાથી ૪૦-૫૦ હજાર રૂપિયા એકઠા થઈ શકે છે, જેની તૈયારી આ રીતે કરી શકાય છે :

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020