ખીલી ઊઠશે દાંપત્ય જયારે રહેશો રેડી

Grihshobha - Gujarati|February 2020

ખીલી ઊઠશે દાંપત્ય જયારે રહેશો રેડી
લગ્નના થોડાક વર્ષ પછી તમારા પ્રત્યે પતિનો પ્રેમ ગાયબ થઈ ગયો હોય, તો તેના કારણ જાણવા સમજવા અચૂક વાંચો...

મીનું ને ફરિયાદ છે કે લગ્નના ૫ વર્ષમાં જ તેના પતિનું મન તેનાથી ભરાઈ ગયું છે. તે જ્યારે પણ મળે ત્યારે એક જ દુખ વ્યક્ત કરે છે કે તે મને હવે પ્રેમ નથી કરતા, પૂરો સમય પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે, રજાના દિવસે પણ વધારે સમય બહાર રહે છે. ક્યારેય જોડે બેસીને પ્રેમભર્યા બે મીઠા શબ્દો નથી બોલતા. ક્યારેય નથી પૂછતા કે હું ખુશ છું કે નહીં અથવા મારે શું જોઈએ છે?

પછી શંકા પણ વ્યક્ત કરે છે, મને તો લાગે છે કે તેમની જિંદગીમાં કોઈ બીજી મહિલા આવી ગઈ છે.

મીનુ મારી બાળપણની સાહેલી છે. દેખાવે સુંદર, ગોરો રંગ અને ઊંચું કદ. સાચું કહું તો ક્યારેક ક્યારેક મને પણ તેની ઈર્ષા થતી હતી. હું ઘણી વાર મારા શ્યામ રંગને લઈને ચિડાઈ જતી હતી. પછી દુનિયાભરના લેપ લગાવતી. અવારનવાર બૂટિપાર્લર જતી હતી. સાજશણગાર પર પૂરા પોકેટમની ખચી નાખતી હતી, પરંતુ મનુને આ બધાની જરૂર નહોતી પડતી. સામાન્ય લિપસ્ટિક અને પાઉડરથી જ તેનો ફેસ ચમકવા લાગતો હતો.

સ્વયંને નજરઅંદાજ ન કરો

એમએના અભ્યાસ દરમિયાન તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. સચિન ખૂબ હેન્ડસમ હતો. બંને વચ્ચે પ્રેમ ગાઢ થયો ત્યારે વાત લગ્ન સુધી પહોંચી ગઈ. લગ્ન પછી અમારું મળવાનું ઓછું થઈ ગયું હતું, કારણ કે મારી સાસરી મેરઠમાં હતી. લગ્ન પછી મારી દિલ્લી આવ જા પણ ઓછી થઈ ગઈ હતી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020