ક્યાંક તમે હેલીકોપ્ટર પેરેન્ટ તો નથી ને

Grihshobha - Gujarati|February 2020

ક્યાંક તમે હેલીકોપ્ટર પેરેન્ટ તો નથી ને
જો તમે બાળકોનો ઉચેર આ રીતે કરી રહ્યા છો તો તમે તેમના આગળ વધવાની સીડીના બદલે તેમની કાંખઘોડી બની રહ્યા છો...

મનોવૈજ્ઞાનિકની નજરમાં એવા માતાપિતાને હોવરિંગ અથવા હેલિકોપ્ટર પેરન્ટ્સનું નામ આપવામાં આવ્યું છે જે દરેક સમયે બાળકોનામાથા પર એક હેલિકોપ્ટરની જેમ ચકરાવા લેતા રહે છે. માતાપિતાનું વધારે સમય સુધી બાળકો પર ધ્યાન રહેતું હોવાથી બાળક સ્વયં પોતાના કોઈ નિર્ણય લેવા, સાચાખોટાનો ફરક સમજવા અથવા તો એકલા ક્યાંય પણ જવાથી ડરવા લાગે છે. આવા પેરન્ટ્સ પોતાના બાળકોની દરેક નિર્ણય કે જવાબદારી જાતે ઉઠાવી લેતા હોય છે. જેમ કે તેમના કપડાંની પસંદગી, શું ખાવું વગેરે. પરંતુ માતાપિતાના આ વ્યવહારની તેમના બાળકોની માનસિક ક્ષમતા પર વિપરીત અસર થાય છે.

હોવરિંગ અથવા હેલિકોપ્ટર પેરન્ટ્સ શબ્દનો સૌપ્રથમ ૧૯૬૯માં ડોક્ટર હેમ ગીનાટસ પુસ્તક 'બિટવીન પેરન્ટ્સ એન્ડ ટીનેજર્સ' માં ઉપયોગ થયો હતો અને ત્યાર પછી એ હદે લોકપ્રિય થયો કે વર્ષ ૨૦૧૧માં તેને ડિક્શનરીમાં સ્થાન મળી ગયું.

આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક માતાપિતા બાળકોનો સર્વાગી વિકાસ ઈચ્છે છે. તેમની ઈચ્છા રહે છે કે તેમનું બાળક દરેક વાતમાં પ્રથમ રહે, જેના માટે તેઓ બાળકની પાછળ લાગેલા રહે છે, પરંતુ તેઓ એ વાત જાણતા નથી કે જાણેઅજાણે તે પોતાની આશાઅપેક્ષાનો બોજ બાળકો પર લાદે છે. પેરન્ટ્સનું માનવું હોય છે કે બાળકો પર વધારે ધ્યાન આપવાથી બાળક વધારે સફળ થશે.

પરંતુ પેરન્ટ્સે એવું ન કરવું જોઈએ. બાળકને તમારા બંધનથી થોડા મુક્ત રાખો, કારણ કે ઘણી વાર માતાપિતા બાળકોના ભાવિ વિકાસની સીડી બનવાના બદલે તેમની કાંખઘોડી બને છે. જેથી બાળકોને એવો અહેસાસ થાય કે તે માતાપિતા સિવાય કંઈ જ નહીં કરી શકે. પછી કોઈ પણ કામ કરવામાં તેમને ડર લાગે છે. બાળકોની જવાબદારી હકીકતમાં પેરન્ટ્સની છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તમે તમારી ઈચ્છા તેમની પર થોપો.

બાળકોને આત્મનિર્ભર બનાવો અને જો તેમને સતત સહારો આપશો તો પછી તેઓ પોતાને કમજોર સમજવા લાગશે. તેથી તેમને રિલેક્સ રહેવા દો. જેથી તેમનામાં પણ આત્મવિશ્વાસ જાગે. કહેવાનો અર્થ છે કે હંમેશાં તમારી પસંદ નાપસંદ બાળક પર ન થોપો. હંમેશાં રોકટોક કરવાથી બાળકોની પર્સનાલિટી ડેવલપ નહીં થાય. દરેક સમયે બાળકો પર કડકાઈ ન દાખવો.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020