ખાનગી કોવિડ કેર હોસ્પિટલ ‘ડેન્જર'
SAMBHAAV-METRO News|Sambhaav Metro 13 August 2020
ખાનગી કોવિડ કેર હોસ્પિટલ ‘ડેન્જર'
૧૧ ઓગસ્ટની સ્થિતિએ મૃત્યુઆંક ૪૦૦ થયોઃ છેલ્લા ર૩ દિવસમાં કુલ ૪૯ દર્દીનાં મોતઃ એમઓયુ પછી દર બે-ત્રણ દિવસે નવથી વધુ દર્દી મોતના મોમાં ધકેલાયા મ્યુનિ. તંત્ર દ્વારા ખાનગી કોવિડ કેર હોસ્પિટલદીઠ મૃત્યુઆંક પર ઢાંકપિછોડો કરાઈ રહ્યો છેઃ એસવીપી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલોમાં વધુ ૧૬ દર્દીઓનાં મોત

અમદાવાદ, ગુરુવાર

મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતાં ગત તા.૧૬ મે, ૨૦૨૦એ ૪૦ ખાનગી હોસ્પિટલ સાથે પહેલા તબક્કામાં કોવિડ કેર હોસ્પિટલ તરીકેના એમઓયુ કરાયા હતા. આ હોસ્પિટલના ૫૦ ટકા બેડ તંત્રની ભલામણથી દર્દીની મત સારવાર માટે રિઝર્વ રાખવાની એમઓયુ હેઠળ શરત કરાઇ હતી. ત્યારબાદ વધુ તબક્કા હેઠળ તંત્ર દ્વારા હાલમાં કુલ ૭૨ ખાનગી હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે જાહેર કરાઇ છે, જોકે શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડ બાદ એમઓયુની શરતમાં ફાયર સેફ્ટી એનઓસીનો ઉલ્લેખ જ ન હોવાની બાબત પ્રકાશમાં આવતાં લોકો મ્યુનિસિપલ સત્તાવાળાઓ પર ધિક્કાર વરસાવી રહ્યા છે. આની સાથે મ્યુનિસિપલ તિજોરીમાંથી દર્દીની મફત સારવાર પાછળ કોઇ પણ પ્રકારના ઓડિટ હિસાબ વગર લાખો રૂપિયા ખાનગી કોવિડ કેર હોસ્પિટલને ચૂકવાઇ રહ્યા હોવા છતાં ખાનગી હોસ્પિટલ બેડ માટે દર્દીને રઝળપાટ કરાવે છે. આ તો ઠીક, પરંતુ દર્દીના જીવન માટે પણ સારવારની દૃષ્ટિએ પૂરેપૂરી સલામત નથી. આના કરતાં એસવીપી જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 13 August 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All