વિરાટનગર અને અજિત મિલ જંક્શન ફ્લાયઓવર ડિસેમ્બર સુધીમાં ચાલુ થશે

SAMBHAAV-METRO News|SAMBHAAV METRO Newspaper Date 10 July 2020

વિરાટનગર અને અજિત મિલ જંક્શન ફ્લાયઓવર ડિસેમ્બર સુધીમાં ચાલુ થશે
તંત્ર દ્વારા બ્રિજ પ્રોજેક્ટ હેઠળ રૂ.૪૦૦ કરોડનાં કામને અનલોકરમાં હાથ પર લેવાયાં: આ બંને બ્રિજનું ૭૫ ટકા નિર્માણકાર્ય પૂર્ણઃ હવે ઓબ્લિગેટરી સ્થાન બનાવાઈ રહ્યા છેઃ રાજેન્દ્રપાર્ક જંક્શન સપ્લીટ ફલાયઓવર બ્રિજ, સિમ્સ રેલવે ઓવર બ્રિજ વગેરે પ્રોજેકટ પણ ચાલુ કરાયા

અમદાવાદ, શુક્રવાર

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચાલુ વર્ષના બજેટમાં શહેરમાંટ્રાફિકનું ભારણ ઘટાડવામાટે વિભિન્ન બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે. આ માટે બજેટમાં કુલ રૂ.૩૩૬ કરોડથીવધુ રકમ ફાળવાઇ છે. દરમિયાન નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંક્શન અને મેન્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના ૧૩ર ફૂટ રિંગરોડના અજિત મિલ જંક્શન પરના સપ્લીટ ફલાયઓવર બ્રિજનું લોકડાઉનના કારણે સ્થગિત કરાયેલું નિર્માણકાર્ય પુનઃ શરૂ કરાયું છે. આ બંને સપ્લીટ ફલાયઓવર બ્રિજનું આગામી ડિસેમ્બર અંત સુધીમાં લોકાર્પણ થવાની શક્યતા છે.

ભાજપ શાસિત કોર્પોરેશનમાં શહેરને ટ્રાફિકમુક્ત કરવા માટે ચાલુ વર્ષ ૨૦૨૦-ર૧ના બજેટમાં વિવિધ બ્રિજ પ્રોજેક્ટનાં આયોજન કરાયાં છે, જેમાં વાડજ જંક્શન ફલાયઓવર બ્રિજ, સતાધાર ચાર રસ્તા ફલાયઓવર બ્રિજ, પ્રગતિનગર ચાર રસ્તા પર સપ્લીટ ફલાયઓવર બ્રિજ, પલ્લવ ચાર રસ્તા પર પ્લીટ ફ્લાયઓવર બ્રિજ, ઘોડાસર ચાર રસ્તા પર સપ્લીટ ફલાયઓવર બ્રિજ, નરોડા-પાટિયા જંક્શન ફલાયઓવર બ્રિજ તેમજ વિવેકાનંદનગર અને વિનોબા ભાવનગર વસાહતને જોડતા ખારી રિવરબ્રિજનો સમાવેશ થાય છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAAV METRO Newspaper Date 10 July 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All