નિર્ભયાને ન્યાયઃ ચારેય દોષિતોને વહેલી સવારે ફાંસીએ લટકાવી દેવાયા

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

નિર્ભયાને ન્યાયઃ ચારેય દોષિતોને વહેલી સવારે ફાંસીએ લટકાવી દેવાયા
સાત વર્ષ, ત્રણ મહિના અને ચાર દિવસની લડાઈ બાદ આખરે નિર્ભયાને ન્યાય મળ્યો ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવી જેલની બહાર ઉજવણી કરાઈ, મીઠાઈ પણ વહેંચાઈ

સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ આખરે એ સવાર આવી, જયારે નિર્ભયા ખરેખર ખુશ થઈ હશે. આજે સવારે સાડા પાંચ વાગ્યે તેના તમામ દોષિતોને એકસાથે તિહાડ જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયા. નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ તિહાર જેલની બહાર એકઠા થયેલ લોકો ખુશ જોવા મળ્યા હતા. તેમણે જેલની બહાર ઉજવણી કરી અને મીઠાઈઓ વહેંચી હતી. લોકોએ કહ્યું કે, આજનો દિવસ દેશની દરેક દીકરી માટે શુભ દિવસ છે. દેશની એક દીકરીની સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી તેને આજે ન્યાય મળ્યો છે. તમામ દેશવાસીઓ માટે આ ન્યાય એ ખુશીની વાત છે. જેલની બહાર લોકો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ લઈને હાજર હતા. લોકોના હાથમાં ત્રિરંગો હતો અને તે ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.

૧૬ ડિસેમ્બર, ૨૦૧રની રાત્રે દિલ્હીમાં છ જણે નિર્ભયા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક દોષિતે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. બીજો સગીર હોવાના કારણે ત્રણ વર્ષ બાદ છૂટી ગયો હતો. બાકી બચેલા ચાર મૂકેશ, અક્ષય, વિનય અને પવને મૃત્યુના બે કલાક પહેલાં સુધી કાયદા સામે લડત આપી. અંતે નિર્ભયાની જીત થઇ. તમામ દોષિતોને નીચલી અદાલતે નવ મહિનામાં જ ફાંસીની સજા સંભળાવી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટને આ સજા પર મહોર મારતાં છ મહિના લાગ્યા. તેના બે વર્ષ અને બે મહિના બાદ મે-૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ફાંસી થશે, પરંતુ આ વાતને બીજા બે વર્ષ ને ૧૦ મહિના પસાર થઈ ગયાં. ચાર વખત ડેથ વોરંટ જારી થયું. આખરે શુક્રવારે ફાંસીનો દિવસ નક્કી કરાયો.

આ પહેલાં દોષિતોએ ૧૫ કલાકમાં છ અરજી કરી હતી. શુક્રવારે સવારે સવા ત્રણ વાગ્યાથી હાઈકોર્ટથી લઇને સુપ્રીમ સુધી સુનાવણી થતી રહી, પરંતુ બધી અરજી ફગાવી દેવાઇ. સવારે પાંચ વાગ્યે તિહાડ જેલમાં ફાંસીની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. દુષ્કર્મીઓને ફાંસીના માંચડા સુધી લઇ જવાયા હતા. ચારેયના હાથ-પગ બાંધી દેવાયા હતા. દોષિત વિનય રડવા લાગ્યો. પછી તમામ દોષિતોના ચહેરા પર કાળું કપડું પહેરાવી દેવાયું અને ફાંસીનો ફંદો લગાવી દેવાયો. બરાબર સાડા પાંચ વાગ્યે જલ્લાદ પવને લિવર ખેંચ્યું, જાણે કે દેશને ન્યાય મળી ગયો. સાત મિનિટની અંદર જ જેલના અધિકારીએ ચારેય વ્યક્તિનાં મૃત્યુની ચકાસણી કરી. ૩૦ મિનિટ બાદ ડોક્ટરોએ તમામને મૃત જાહેર કરી દીધા.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All