પીરાણા કચરાનો ડુંગર હટાવવામાં NGTના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર!

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 19 March 2020

પીરાણા કચરાનો ડુંગર હટાવવામાં NGTના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર!
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટ્રોમેલ મશીન ભાડે લેવામાં ચલાવાતું ધુપ્પલ ૧,૦૦૦ મેટ્રિક ટનનું મશીન સસ્તું અને મૂવેબલ હોવા છતાં ૩૦૦ મેટ્રિક ટનનાં મશીન લગાવીને આચરાતો ભ્રષ્ટાચાર નેપ્રા રોડ પર કચરો ઠલવાતો હોવાના ઊઠેલા ગંભીર આક્ષેપ.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પીરાણાના કચરાના ડુંગરને હટાવવા માટે ઇન્દોરની પદ્ધતિ મુજબ ટ્રોમેલા મશીનને લાખો રૂપિયાના ખર્ચે ભાડે લઇ પ્રોસેસિંગની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશ મુજબ બે વર્ષમાં કચરાનો નિકાલ કરવાનો હોઇ તંત્ર દ્વારા તેની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપ ઊડ્યા છે. ઇન્દોર કરતાં પણ અમદાવાદમાં ઝડપી કચરો દૂર કરાઇ રહ્યો હોવાના તંત્રના દાવા સામે પણ મોટો પ્રશ્નાર્થી ઊડ્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અત્યારે દરરોજ ૩૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી શકે તેવાં ૧૦ નાનાં મશીન અને ૧,૦૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી શકે તેવા એક મોટા મશીનને પીરાણા ખાતે કામે લગાડ્યું છે. તંત્ર ૩૦૦ મેટ્રિક ટનના મશીનને ભાડે ચલાવવા પ્રતિ મહિને રૂ.૬.૪૦ લાખનું ભાડું ચૂકવી રહ્યું છે, જ્યારે ૧,૦૦૦ મેટ્રિક ટનના ઓટોમેટિક મશીનનું પ્રતિ મહિને રૂ.૧૪ લાખનું ભાડું છે, જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટ્રોમેલ મશીના ભાડે લેવામાં ધુપલ ચલાવાતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 19 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All