હવે કેદી બન્યા રેડિયો જોકી
Chitralekha Gujarati|October 19, 2020
હવે કેદી બન્યા રેડિયો જોકી
ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની જેલમાં શરૂ થયેલા રેડિયોસ્ટેશનનું સંચાલન કરે છે બંદીવાન.
મહેશ શાહ (અમદાવાદ)

કાનેથી દિલમાં વસું હું,

તારા હોઠો પર હસું હું,

રહેતો હું તારી સાથે,

સાબરમતીના કાંઠે...

સવારે આઠ વાગ્યે મોરના ટહુકા સાથે અમદાવાદમાં સાબરમતીના એક જાણીતા કેમ્પસમાં રણકતું આ જિંગલ સાંભળીને કૅમ્પસવાસી પુરુષો રાજી રાજી થઈ જાય છે. ત્યાં તો એનાઉન્સમેન્ટ થાય છે. આપ સૌનું ‘રેડિયો પ્રિઝન'માં સ્વાગત છે. હું છું આપનો દોસ્ત આરજે... આ ક્રમ સાંજે જારી રહે છે. હવે રહેવાનો છે.

તમે સમજી ગયા હશો કે વાત રેડિયો સ્ટેશનની છે. ખાસ નોંધવા જેવી વાત એ કે આ રેડિથોસ્ટેશન ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની એટલે કે વર્ષ ૧૮૯૪માં બનેલી અમદાવાદની મધ્યસ્થ (અથવા સાબરમતી) જેલમાં બન્યું છે. ગુજરાતનાં બંદીગૃહોમાં સૌપ્રથમ અમદાવાદની જેલમાં બે ઑકટોબર, ગાંધીજયંતીએ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન ડૉ. કે.એલ.એન. રાવે કેદીઓ માટે કેદીઓ સંચાલિત જેલ રેડિયો સ્ટેશન ખુલ્લું મૂક્યું. નામ એનું રેડિયો પ્રિઝન.

અમદાવાદમાં આકાશવાણી અને વિવિધ ભારતી ઉપરાંત ૬ ખાનગી એફએમ રેડિયો સ્ટેશન છે. એ યાદીમાં ગુજરાતના પ્રથમ રેલ રેડિયોનો ઉમેરો થયો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 19, 2020