માલ હૈ ક્યા?
Chitralekha Gujarati|October 19, 2020
માલ હૈ ક્યા?
આખરે તો લીપિકા એનો પહેલો ક્રશ હતી અને ફિલ્મમાં તકદીર ચમક્યું એ અગાઉ તો લીપિકા પણ એને ખાસ્સો ભાવ આપતી જ હતી ને...
મહેશ શાહ (અમદાવાદ)

‘હવે ઘણાની પથારી ફરી જવાની.'

'કેમ? સરકાર નવા ટેક્સ નાખવાની છે કે કોરોનાનાં ઈજેકશન નકલી નીકળ્યાં?'

'ના, રે... વાત કરવેરા કે કોરોનાની નહીં, પણ કમનીય કાયાવાળીની છે.'

'એવી તે કઈ માયા છે?'

'માયા એવી છે કે અત્યારે તો એના પડછાયાથી પણ લોકો દૂર ભાગે છે.'

‘લોકો ભલે ભાગે, પણ તું નજીક આવીને મને કહી દે.'

'ના, ભઈ... સોશિયલ ડિસ્ટન્સિંગ તોડવાનું મને ના ફાવે.'

‘આવવાનું ના ફાવે... તોડવાનું ના ફાવે... તો બોલવાનું ફાવશે?'

'અરે, બોલવામાં બબાલ થાય ને મૌન રહો તો ધમાલ થાય.'

'ઓત્તારી, આ તો કમાલ છે.'

'એમાં જ માલ છે.'

'પ્લીઝ, વાજબી સભ્યતા રાખો. આવો શબ્દ આપણાથી ના બોલાય.'

'સોરી, પણ સુશ્રી લીપિકા ચતુષ્કોણજીએ કોઈને મેસેજમાં લખેલું માલ હૈ ક્યા?'

સાંકેતિક ભાષામાં વાત ચાલતી હોય એવાં વિધાનો સાંભળીને મારુતિને પહેલાં તો ખબર જ ન પડી કે થોડે દૂર ઊભેલા બે ટપોરી વાત કોની કરે છે, પણ જેવું લીપિકાનું નામ પડ્યું અને માલ હૈ ક્યા? એવું સંભળાયું એટલે એના કાન સરવા થઈ ગયા. આખરે તો લીપિકા એનો પહેલો ક્રશ હતી અને ફિલ્મમાં તકદીર ચમક્યું એ અગાઉ તો લીપિકા પણ એને ખાસો ભાવ આપતી જ હતી ને અથવા તો મારુતિને એવું લાગતું હતું. મારુતિએ તો માની જ લીધેલું કે લીપિકા સામે ચાલીને એને લંગર નાખશે. બસ, એની એક ફરિયાદ હતી: મારુતિ નામ સાવ જરીપુરાણું છે.

- પણ પછી તો લીપિકાનું ચાલી પડ્યું. એક કે બાદ એક ફિલ્મ દોડવા લાગી એમાં લીપિકાની લાઈફમાં બે-ત્રણ હીરોલોગ આવી ગયા અને મારુતિ કોરાણે મુકાઈ ગયો. મારુતિ જો કે વફાદાર પ્રેમીની જેમ એની દરેક ફિલ્મ બે-બે વાર જોતો. એનાં લગનના ફોટા તો જોઈ જોઈને એણે આંખ ફોડવાનું જ બાકી રાખ્યું હતું કેવો લાગે છે સાવ આ ભડવીર? એક્ટર તરીકે દાદુ, પણ એનાં કપડાં તો એકદમ કાબરચીતરાં, અમુક વખતે તો જોકર કે ન્ટબજાણિયા પહેરે એવાં!

ખેર, જેવાં લીપિકાનાં નસીબ એમ માનીને મારુતિ હવે એને ભૂલવા માંડ્યો હતો ત્યાં થોડા દિવસ પહેલાં એણે છાપામાં સમાચાર વાંચ્યા કે નાર્કોટિક્સ બ્યુરોએ તીન દેવીયાં લીપિકા ચતુષ્કોણ, લારા વલી ખાન અને ભક્તિ કપૂરને પૂછપરછ માટે બોલાવી છે. લારા કે ભક્તિ તો ઠીક, પણ લીપિકાનું એને બહુ લાગી આવ્યું હતું. પરણ્યાને બે વરસ થયાં તોય કેવી મીઠડી લાગે છે એ હજી? એણે તે વળી એની આસિસ્ટન્ટને વ્હૉટ્સએપ પર માલ હૈ કયા? એમ પૂછવાની શું જરૂર પડી?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 19, 2020