મશરૂમની ખેતી છે બડી જોરદાર...
Chitralekha Gujarati|October 19, 2020
મશરૂમની ખેતી છે બડી જોરદાર...
આદિવાસીઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વિનામૂલ્ય આપવામાં આવતી બિલાડીના ટોપ અર્થાત્ મશરૂમની ખેતીની સરકારી તાલીમ અનેકનાં જીવન ઉજાળ્યાં છે.
દેવાંશુ દેસાઈ (વલસાડ)

કોરોના વાઈરસે આપણને અનેક બોધપાઠ શીખવી દીધા છે. એમાં સૌથી મહત્ત્વનો પાઠ એ કે સ્વાથ્ય જાળવ્યું હશે તો તમે આજુબાજુ મંડરાઈ રહેલી અનેક બીમારીથી બચી શકો છો. એ માટે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. શરીરની ઈમ્યુનિટી વધારવા આમ તો પરંપરાગત ભારતીય રસોઈશાસ્ત્રમાંથી જ આપણને ઘણું મળી રહે છે. તો અમુક ચીજ નવા રૂપે હવે આપણી સામે આવી રહી છે. એવી એક સામગ્રી છે મશરૂમ.

વર્ષોથી આદિવાસીઓ મશરૂમ ખાતા આવ્યા છે. એનો અર્થ એ કે એમને મશરૂમનું મૂલ્ય બરાબર સમજાયું હતું. હમણાં કોરોના કાળમાં ઠેર ઠેર પગારકાપને કારણે લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ અને પરિણામે ખાણી-પીણીની ઘણી ચીજની ડિમાન્ડ ઘટી ગઈ, પણ મશરૂમની માગ યથાવત્ જળવાઈ રહી અને અમેરિકા સહિતના દેશમાં તો ડિમાન્ડ ખૂબ વધી. એનું કારણ છે મશરૂમને કારણે શરીરને મળતી તાકાત.

ચોમાસામાં ભેજને કારણે ઠેર ઠેર બિલાડીના ટોપ ઊગી નીકળે. અંગ્રેજીમાં એને મશરૂમ કહે છે. જંગલ અને ગામડાંમાં તો મશરૂમ બહુ દેખાય. જંગલમાં તેમ જ ભીનાં લાકડાં પર ઊગી નીકળતા મોટા ભાગના મશરૂમ ઝેરી હોય છે. વિશ્વમાં આમ તો ૨૦૦૦ જેટલી જાતના મશરૂમ થાય છે. એમાંથી ભારતમાં ૨૦૦ પ્રકારના મશરૂમ થતા હોવાનું નોંધાયું છે.

આપણે ત્યાં ખાસ તો શીત વિસ્તારોમાં પરંપરાગત રીતે ઠંડીની સીઝનમાં મશરૂમનો અલગ અલગ ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ થાય છે. દિ;લ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઝારખંડમાં મશરૂમ શાકાહારી તેમ જ માંસાહારી વાનગીમાં છૂટથી ખવાય છે. મશરૂમનું શાક, મશરૂમનું અથાણું, મશરૂમનો સૂપ અને કોઈક ઠેકાણે મશરૂમની મીઠી વાનગી પણ બને છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મશરૂમ કદાચ સૌથી વધારે પિઝામાં ખવાય છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 19, 2020