ગામનો ઉકરડો દૂર કરતાં પહેલાં..
Chitralekha Gujarati|October 19, 2020
ગામનો ઉકરડો દૂર કરતાં પહેલાં..
બળાત્કાર કે કાનૂન ઉલ્લંઘનના કોઈ પણ કિસ્સા પર નિયંત્રણ મેળવવા જરૂરી છે પોલીસ વિભાગને ચંચુપાત કે હસ્તક્ષેપ વગર એનું કામ કરવા મળે.
હીરેન મહેતા

કાયદો આ બાબતમાં બહુ સ્પષ્ટ છે અને એ ઉપરાંત માર્ગદર્શિકામાં પણ ચોખ્ખો ઉલ્લેખ છે. તેમ છતાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તમામ નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું. બળાત્કારની ઘટનાના અગિયાર દિવસ સુધી એ યુવતીનું શારીરિક પરીક્ષણ ન થયું કે ન એને સરખી સારવાર મળી. ગરદનનાં હાડકાંથી માંડી આખી કરોડ ભાંગી ગઈ હોય અને શરીરમાં બીજે પણ અનેક ઈજા પહોંચી હોય એ સંજોગમાં જીવવું એના માટે દુષ્કર હતું જ અને એવું જ થયું. પંદર દિવસ ઝઝૂમીને એ મૃત્યુ પામી.

જો કે એની યાતના હજી પૂરી થઈ નહોતી. એના નસીબમાં સામાજિક પ્રથા પ્રમાણે અંતિમસંસ્કાર પણ લખ્યા નહોતા એટલે રાત માથે લઈ અમુક પોલીસજવાને એના મૃતદેહને ચિતાએ ચડાવી દીધો. ઉત્તર પ્રદેશની આ ઘટના આઠ વર્ષ અગાઉના દિલ્હીના નિર્ભયા કેસને ઘણી રીતે મળતી આવે છે. સૌથી પહેલાં તો ઊડીને આંખે વળગે એવી પોલી તંત્રની નીંભરતા. ગમે એટલો ગંભીર ગુનો હોય, મોટા ભાગે તો પોલીસ વિભાગ એની નોંધ લેવાનું જ ટાળે. અપરાધ નોધે તો પણ ગુનાની કલમ એવી નબળી રાખે કે જાણે એની પહેલી ફરજ આરોપીને છૂટી જવામાં મદદ કરવાની હોય!

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 19, 2020