એમને ગુમાવવા નહીં પાલવે, સાહેબ…
Chitralekha Gujarati|October 19, 2020
એમને ગુમાવવા નહીં પાલવે, સાહેબ…
કોઈ પણ જીવ ભલે ગમે એટલો નાનો હોય, પણ માનવની ખોરાકસાંકળમાં એનું ખૂબ મહત્ત્વ છે. વિકાસની દોડમાં આપણે નાના જીવોના વિનાશનાં જે પગલાં લીધાં એને કારણે હવે સર્જાઈ છે એક અભૂતપૂર્વ કટોકટી, જે કોરોના જેવી મહામારી કરતાં પણ ઘાતક સાબિત થઈ શકે છે.
સમીર પાલેજા (મુંબઈ)

ગાંધીજીના જન્મદિન એટલે કે બે ઑક્ટોબરથી ૮ ઑક્ટોબર સુધી વિશ્વઆખાએ વર્લ્ડ વાઈલ્ડલાઈફ વીકની ઉજવણી કરી ત્યારે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ ( ડબ્લ્યુડબ્લ્યુએફ) તરફથી એવો ચોંકાવનારો અહેવાલ રજૂ થયો છે કે માનવ સિવાય અનેક જીવોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. ધ લિવિંગ પ્લેનેટ ઈન્ડેકસ તરીકે ઓળખાતા આ વ્યાપક સંશોધન-સર્વેક્ષણમાં માલુમ પડ્યું છે કે ૧૯૭૦થી ૨૦૧૬ વચ્ચે દુનિયાનાં સસ્તન પ્રાણી, પક્ષી, માછલી, દ્વિચરીય જીવો તથા સરીસૃપોની આબાદી ૬૮ ટકા ઘટી છે.

આ ગણતરીમાં દુનિયાભરમાં ૨૧,૦૦૦ સ્થળોના વર્ટીબેટ્સ (કરોડરજજુવાળા જીવ)ની ૪૦૦૦ પ્રજાતિને સામેલ કરવામાં આવી હતી. વધુ આંચકાદાયક વાત એ છે કે મીઠાં પાણીમાં રહેતા કે આસપાસ પાંગરેલા જીવોની સંખ્યા આ જ સમયગાળામાં ૮૪ ટકા જેટલી ઘટી ગઈ છે.

ડબ્લ્યુડબ્લ્યુએફ ઈન્ટરનેશનના ડિરેક્ટર જનરલ માર્કો લેમ્બર્ટિની કહે છે કે આ અહેવાલ માણસજાતની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે અન્ય જીવોની સંખ્યા અને માણસના પોતાના આરોગ્ય પર થયેલી એની અવળી અસરને ઉજાગર કરે છે. સમુદ્ર અને દરિયાની માછલીથી માંડીને સામાન્ય મધમાખીની આબાદીમાં થયેલો ઘટાડો અબજો લોકોની સિક્યોરિટી, પોષણક્ષમતા અને રોજગાર પર સીધી અસર પાડી રહ્યો છે. માનવજાતનું અસ્તિત્વ હવે એ બાબત પર અવલંબે છે કે આપણે વૈશ્વિક સ્તરે બાયોડાઈવર્સિટી અર્થાત્ જૈવવિવિધતા પર પેદા થયેલા આ ખતરાને કઈ રીતે નિર્મૂળ કરી શકીએ છીએ.

ડબ્લ્યુડબ્લ્યુએક્ના આ અહેવાલના સંદર્ભમાં ચિત્રલેખાએ બે નિષ્ણાતો સાથે વ્યાપક ગોઠડી કરી તો અવનવી વાત જાણવા મળી, જેમ કે ગુજરાત ફોરેસ્ટ સર્વિસના નિવૃત્ત અધિકારી અને ગુજરાત ઈકોલોજી કમિશના ભૂતપૂર્વ નિયામક અતુલ સંપટ ચિત્રલેખાને કહે છે:

'ધ લિવિંગ પ્લેનેટ ઈન્ડેક્સના આંકડાને ફૂડ સાઈકલ-ખોરાકની સાંકળના સંદર્ભમાં મૂલવવા જરૂરી છે. યાદ રહે, ચક્રનો એક દાંતો ખરી પડે તો એની કામગીરી ધીમે ધીમે થંભી જાય છે. એ જ રીતે એકાદ સૂક્ષ્મ જીવાણુ કે જીવની લુપ્તતા આપણી ખોરાકની સાંકળને અસર કરી શકે છે. વિવિધ જીવો એકબીજા પર અવલંબિત ખોરાકની સાંકળ બનાવીને જીવે છે. આ સાંકળ તૂટે તો માનવીને તકલીફ થવાની જ.'

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 19, 2020