હીરો સામે સુપર હીરો!
Chitralekha Gujarati|October 05, 2020
હીરો સામે સુપર હીરો!
મતલબી માણસોએ પશુ-પ્રાણી માટેની અનેક કહેવત દ્વારા આપણી પ્રતિષ્ઠા ખરડી છે. આજે આપણી સમક્ષ મોટો પડકાર આવ્યો છે. પશુની ઓળખ-અસ્મિતા અકબંધ રાખવી કે માણસ જેવા થવું?
મહેશ શાહ (અમદાવાદ)

ઓલ ઈન્ડિયા પશુ મહામંડળની અર્જન્ટ મીટિંગ આ રવિવારે સાંજે સેન્ટ્રલ પાર્કના તળાવ પાસે રાખેલ છે. દરેક પશુ સમાજના બે અગ્રણીને સમયસર હાજર રહેવા વિનંતી છે.

કિંગ લાયન ઑફ ગીર ફોરેસ્ટ, પ્રાઈડ ઑફ ઈન્ડિયાના આદેશથી.

અર્જન્ટ મીટિંગના સમાચાર જાણીને જંગલવાસી અને જંગલની બહાર વસતાં પશુઓમાં ચર્ચા જાગી. બિસ્કિટ ખાઈ રહેલા શ્વાન સંગઠન્ના પ્રમુખ સ્થાનેશ પાસે એક વાંદરો કૂદકો મારીને પહોંચ્યો. વાંદરાએ હાથ લંબાવી થાનેશને કહ્યું

‘કૉગ્રેગ્યુલેશન... તમે કિંગ લાયનને કોઈક વાત કરી એટલે મીટિંગ બોલાવી. તમારો જોરદાર વટ છે.'

ખાનગી વાત જાહેર થવાથી થાનેશ ચોંકી ગયો અને જવાબ આપ્યા વિના ત્યાંથી સરકી ગયો.

બીજાં રાજ્યોનાં જંગલમાં વસતા વાઘો સુધી પણ મીટિંગની વાત પહોંચી એટલે એક વાઘણે એના પતિને કહ્યું: 'માણસોના રાજકારણમાં પરિવારવાદનો મુદ્દો ચર્ચામાં રહે છે એટલે તમે પણ પશુઓ માટે ઝુંબેશ શરૂ કરો. જંગલનો રાજા ખરેખર તો તમારા જેવો વાઘ જ હોવો જોઈએ. મીટિંગમાં એની પણ વાત કરજો. આપણે દીપડા, શિયાળનો સપોર્ટ લઈશું એમને શિકાર વખતે સાથે જમાડીશું.' વાઘે જવાબમાં ફક્ત ડોકું ધુણાવ્યું.

રવિવારે નિયત સમયે મીટિંગ શરૂ થઈ. ગાય, કૂતરા, વાંદરા, ઊંટ, ઘોડા, ગધેડા, હરણ, સસલાં, શિયાળ ઉપરાંત દૂરનાં જંગલમાંથી હાથી અને વાઘ તો પ્રાણીબાગમાંથી જિરાફ અને ઝેબ્રા પણ આવી પહોંચ્યાં. મીટિંગનો નિયમ હતો એટલે હરણ કે સસલાંને આજે કોઈના શિકાર થઈ જવાનો ડર નહોતો.

એટલામાં સિંહે ગર્જના કરીને આગમનનો સંકેત આપ્યો. ધીમા પગલે સિંહે આવીને એક પથ્થર જેવા આસન પર બેઠક જમાવી. થાનેશ પૂંછડી પટપટાવતો સિંહ પાસે પહોંચ્યો. પછી સિંહની સૂચના મુજબ એ અશ્વ સંગઠનના પ્રમુખ અસ્થમામાને સિંહ પાસે બોલાવી લાવ્યો.

અશ્વમામાએ કહ્યું: ‘જંગલેશ્વર વનરાજ સિંહને મારા પ્રણામ. સૌ પશુબંધુઓને જણાવવાનું કે થાનેશ એક ડૉગ ટ્રેનર પાસેથી ખબર લાવ્યા છે કે કોઈ માણસે દેશનાં તમામ પશુ-પ્રાણીને માનવી જેવો સમાન કાનૂની અધિકાર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એમાં કહ્યું છે કે પશુ પણ માનવીની જેમ પ્રેમ અને સહાનુભૂતિ ધરાવે છે... તો હવે હું સમ્માનીય કિંગશ્રીને વિનંતી કરું છું, કોર્ટ કેસ અંગે માર્ગદર્શન આપે.'

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020