અનન્યા જયશ્રી જોષી: સમાજને સમૃદ્ધ કરતાં ગ્રંથપાલ
Chitralekha Gujarati|October 05, 2020
અનન્યા જયશ્રી જોષી: સમાજને સમૃદ્ધ કરતાં ગ્રંથપાલ
અમદાવાદનાં કોમી હુલ્લડમાંથી જન્મેલી એક સંસ્થા કોઈ હો-હલ્લો કર્યા વગર ત્રણ દાયકાથી એવું ઉમદા કાર્ય કરી રહી છે કે આજે એનાં ફળ ઠેર ઠેર ફેલાયાં છે. સમાજને ઉપયોગી થવાના શિક્ષણને આ સંસ્થાએ અનોખી રીતે સાકાર કરી બતાવ્યું છે.
સુનીલ મેવાડા

મુશ્કેલ પારિવારિક પરિસ્થિતિમાં જીવતી વિદ્યાર્થિની રીના આમ તો ઘરકામ કરતી હતી. જેમ-તેમ થોડું એકાઉન્ટિંગ શીખી. જે મળે એ નોકરી કરવા લાગી. પછી એક સારી કંપનીમાં જોબ મળી. આગળ વધુ મોટી કંપની અને એક હોસ્પિટલમાં પણ કામના અનુભવ લીધા. આજે એણે પોતાની કન્સલ્ટન્સી શરૂ કરી દીધી છે. એ પોતે તો પોતાની કાર લઈ ફરે છે અને પોતાની જેમ સંઘર્ષ કરી રહેલી અનેક યુવતીને પગભર થવામાં મદદરૂપ બની રહી છે. જો કે આજે પણ રીના સમય કાઢી અમદાવાદના વેજલપુરમાં એક પરિવારને ખાસ મળવા જાય છે.

રીનાની જેમ જ સંઘર્ષ કરી ભણેલાં અનેક યુવક-યુવતી આજે સી.એ., ડૉક્ટર, એન્જિનિયર બની પગભર થયાં છે અને રીનાની જેમ જ એ બધાં પણ વેજલપુરમાં આવી અવારનવાર એક ઘરની ડોરબેલ વગાડતાં હોય છે.

એ ઘર છે જયશ્રીબહેન જોષીનું, જે ૩૦ વર્ષ જૂની ઈસાર સંસ્થાના સ્થાપક પ્રમુખ છે. છોડને મૂળમાં જળ પાવાનું હોય એમ સમાજજીવનના પાયામાં કાર્ય પહોંચે એવી મહેનત આ સંસ્થા કરી રહી છે. ઈસારનું પૂરું નામ ઈન્સ્ટિટયૂટ ફૉર સોશિયલ એકશન ઍન્ડ રિસર્ચ.

ઈસાર ગુજરાતભરમાં એનાં ઉમદા કાર્ય માટે વખણાય છે. આ સંસ્થા, એની સ્થાપના અને આજ સુધીની એની સિદ્ધિ બધાના કેન્દ્રમાં રહી છે સંસ્થાનાં સ્થાપક જયશ્રી જોષીની કામગીરી.

૧૯૪૭માં અમદાવાદ પાસે વરસોડા ગામમાં જન્મેલાં જયશ્રીબહેન નાનપણથી રમતગમતનાં શોખીન. અમદાવાદની એચ.કે. કૉલેજમાં ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું.

સોશિયોલૉજીમાં અને લાઈબ્રેરી સાયન્સમાં અલગ અલગ માસ્ટર્સ કર્યું. એ પછી બાવીસ વર્ષ આઈઆઈએમ-અમદાવાદ, એ. વી. પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટ -રાજકોટ, ગર્લ્સ પોલિટેકિનક-સુરત અને ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ સુરતમાં લાઈબ્રેરિયન તરીકે કાર્યરત રહ્યાં. ૧૯૯૩માં ઈસારની સ્થાપના પછી એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આ બધાં પહેલાં જયશ્રીબહેનના જીવનનો એક મહત્ત્વનો વળાંક એટલે ૧૯૬૮માં વિદ્યુત જોષી સાથે લગ્ન. જી હા, વિદ્યુત જોષી એટલે આપણા જાણીતા સમાજશાસ્ત્રી અને વિદ્વાન વિચારક.

આજે ૭૩ વર્ષનાં થયેલાં જયશ્રીબહેન વ્યવસાયે લાઈબ્રેરિયન-ગ્રંથપાલ રહ્યાં હોવાનો બહોળો અનુભવ એમણે ઈસારના કાર્ય અને વિસ્તારમાં ખૂબ કામે લગાડ્યો છે. ૧૯૯૦માં અમદાવાદના વેજલપુરથી ફાટી નીકળેલાં કોમી રમખાણ પછી રાહતકાર્યમાં વિદ્યુતભાઈજયશ્રીબહેને મહત્ત્વની કામગીરી બજાવી. ત્યારે અચાનક શરૂ કરેલી આ સંસ્થાના જન્મ વિશે જયશ્રીબહેન પ્રિયદર્શિનીને કહે છે:

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020