શતાયુ સંતની શાસ્ત્રસાધના
Chitralekha Gujarati|October 05, 2020
શતાયુ સંતની શાસ્ત્રસાધના
જૈન સમાજના સ્તંભ સમાં આગમ તથા બારસા સૂત્રોના સંવર્ધન માટે ભગીરથ કાર્ય કરનારા ગચ્છાધિપતિ-આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી મહારાજે હમણાં જ જીવનના એકસોમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એ જન્મ અજૈન છે, પણ કર્મે છે સવાયા જૈન!
ફયસલ બકીલી (સુરત)

ગુરુ નથી, શિષ્ય નથી, રોગ નથી, ચશ્માં નથી, સેવામાં ખામી નથી, હું જન્મ પટેલ છું, જૈન નથી...

બસ, આ શબ્દોનું પુનરાવર્તન થોડી થોડી વારે થયા કરે. જો કે એ સ્મૃતિની ખામી છે અને જે આ શબ્દો બોલે છે એમની ઉંમર જાણીએ તો આ થોડું સ્વાભાવિક પણ છે. વિક્રમ સંવત મુજબ આ ભાદરવા વદ ચૌદસના દિવસે એ જન્મશતાબ્દી. વર્ષમાં પ્રવેશ્યા છે. અંગ્રેજી તારીખ મુજબ આવતા મહિને એટલે કે ૧૦ ઑક્ટોબરે એ ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કરશે. એમનું નામ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ. કોરોનાની મહામારી ન ત્રાટકી હોત તો એ વિહાર કરતા પુણે પહોંચ્યા હોત અને જન્મશતાબ્દીપ્રવેશની ઉજવણી ત્યાં થઈ રહી હોત. ઉજવણી પુણેમાં ન થઈ એનો લાભ મળ્યો સુરતને. સુરતના સરેલાવાડી જેન સંઘને એ અવસર મળ્યો.

જૈન ધર્મના સાગર સમુદાય સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગરસૂરિ ગઈ સદીમાં આચાર્ય સિદ્ધસૂરિ અને આચાર્ય ભદ્રસૂરિ પછી ત્રીજા ગચ્છાધિપતિ છે, જે આયુષ્યના આ પડાવ સુધી પહોંચ્યા છે અને આ ઘટના ૬૦ વર્ષ પછી બની રહી છે. ગચ્છાધિપતિ અને આચાર્યપદ સુધી પહોંચનારા કોઈ સંત ૧૦૦ વર્ષ જીવ્યાનો વર્તમાન સમયનો પ્રથમ પ્રસંગ છે. જૈનોના ૧૮ સમુદાયોનાં સાધુ-સાધ્વીઓની એક સર્વોચ્ચ સમિતિ છે, જે તપાગચ્છ પ્રવર સમિતિ તરીકે ઓળખાય છે. આ સમિતિના પાંચ સભ્યમાંના એક છે આચાર્ય દોલતસાગરસૂરિ. સાગર સમુદાયનાં ૯૨૫ જેટલાં સાધુ-સાધ્વીઓના એ ગચ્છનાયક છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020