શેરબજારમાં માર્જિન નામની નવી મૂંઝવણ
Chitralekha Gujarati|September 14, 2020
શેરબજારમાં માર્જિન નામની નવી મૂંઝવણ
વરસોથી અપફ્રન્ટ માર્જિન વિના સોદા કરવા ટેવાયેલા મોટા ભાગના રોકાણકારો-ટ્રેડર્સ માટે હવે માર્જિના વિના સોદા કરવાનું બંધ થયું છે. ‘સેબી’એ લાગુ કરેલી આ નવી સિસ્ટમ પ્રત્યે ઈન્વેસ્ટર-ટ્રેડર્સમાં ક્યાંક નારાજ છે. બજારની સલામતી માટે આ પગલું જરૂરી ગણાય છે, પણ એના અમલ માટે માર્કેટ હજી સજ્જ હોવા અંગે શંકા છે.
જયેશ ચિતલિયા

શેરનો સોદો કરવો છે? પહેલાં માર્જિન જમાં કરાવો, પછી વાત!

હવે પછી દરેક ગ્રાહકને બ્રોકર પાસેથી આ વાક્ય સાંભળવા મળે તો નવાઈ નહીં. શેરબજારમાં સોદા કરનારા માટે નવી માર્જિન સિસ્ટમ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ છે. આ સિસ્ટમ સામે બ્રોકર અને ઈન્વેસ્ટર વર્ગમાં કંઈક અંશે નારાજગી સાથે ફરિયાદ પણ છે. મૂડીબજારની નિયમન સંસ્થા સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)નો દાવો છે કે આ સિસ્ટમ બધાનાં હિતમાં છે. આનાથી બજારની સલામતીનું સ્તર ઊંચું જશે. જો કે સિસ્ટમના અમલ સંબંધિત યંત્રણા હજી સુસજજ નહીં હોવાથી માર્કેટ અસમંજસમાં છે.

ઈન્ટ્રા-ડે સોદાને અસર

શેરબજારમાં સોદાની સલામતી માટે માર્જિનનું મહત્ત્વ ઊંચું હોય છે. ખુદ બ્રોકર્સ પણ ગ્રાહકો પાસેથી યોગ્ય પ્રમાણમાં અને સમયસર માર્જિન જમા થાય એની તકેદારી રાખે છે, પરંતુ ઘણી વાર બ્રોકર પોતે જ આ માર્જિન જમા કરાવી દઈને ગ્રાહકોને સોદાની સુવિધા આપે છે. બજારમાં રોજના કરોડો ઈન્ટ્રા-ડે (ખરીદી-વેચાણના) સોદા થતા હોય છે. નવા નિયમ મુજબ ગ્રાહકના ખુદના માર્જિન વિના ઈન્ટ્રા-ડે સોદા પણ નહીં થઈ શકે. આની અસર શરૂમાં ટ્રેડિંગ વૉલ્યુમ પર થઈ શકે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020