પક્ષીઓના વનમાં માણસોને નો એન્ટ્રી
Chitralekha Gujarati|September 14, 2020
પક્ષીઓના વનમાં માણસોને નો એન્ટ્રી
વડોદરામાં એક પ્રકૃતિપ્રેમીએ માત્ર પંખીઓ માટે મસમોટો વગડો તૈયાર કર્યો છે.
ગોપાલ પંડ્યા (વડોદરા)

એક સમયે વડોદરામાં વડનાં અસંખ્ય વૃક્ષ હતાં. ગુજરાતની આ સંસ્કૃતનગરીનું નામ જ આમ તો વડનાં વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરીને કારણે જ પડ્યું. એ નામ હતું વડપદ્રક.

પાછલાં વર્ષોમાં વિકાસની ઘેલછામાં પ્રશાસનતંત્ર અને બિલ્ડર લોબીએ સેકડો વડ સાથે બીજાં પણ અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. વૃક્ષ કાપવાની માઠી અસર અલગ અલગ જાતિનાં પક્ષી પર પડી. માળા બાંધવા વૃક્ષ ઓછાં પડવા લાગ્યાં. છોગામાં પ્રદૂષણ. પરિણામે સેંકડો પક્ષી શહેરથી દૂર થતાં ગયાં.

આવાં પક્ષી માટે શહેરના એક યુવા એન્જિનિયર સુહાસ મજમુદાર તારણહાર બન્યા છે. શહેરથી વીસેક કિલોમીટર દૂર એમણે કલરવ નામનું વન તૈયાર કર્યું છે. એ વનમાં સેંકડો વૃક્ષ વાવ્યાં છે. એ પણ માત્ર અલગ અલગ ફળનાં. વનવચાળે પાણીની એક ટાંકી બનાવી છે. ખાવાપીવાની આ તૈયાર સુવિધાને કારણે કલરવ વનમાં ૪૦ જેટલી પ્રજાતિનાં પક્ષી રીઠામ થઈ ગયાં છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020