પાક્કા પીકોકપ્રેમી છે આ જમાદાર
Chitralekha Gujarati|September 14, 2020
પાક્કા પીકોકપ્રેમી છે આ જમાદાર
અમદાવાદના નિવૃત્ત જમાદાર નાનુ દેસાઈ એકલપંડે કરે છે મોરબચાવ પ્રવૃત્તિ.
મહેશ શાહ (અમદાવાદ)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાવ્યપ્રેમ અને પ્રકૃતિપ્રેમ ખૂબ જાણીતો છે. એમના હાથમાંથી મોર અને ઢેલ મોજથી દાણા ચણતાં હોય એવી યાદગાર તસવીરો અખબારોનાં પાને ચિમકી અને કળા કરતા મોરના વિડિયો લોકોએ ખૂબ વખાણ્યા.

મોદીજીની જેમ અનેક નામી-અનામી લોકો મોરપ્રેમી છે, જે મોરને નિયમિત દાણ ખવડાવે છે અને આ રૂપકડા પંખીની સારસંભાળ લે છે. અમદાવાદમાં આવા એક મોરપ્રેમી છે ૬ર વર્ષે નાનુભાઈ દેસાઈ.

શહેરના વાસણા બેરેજ (ડેમ)ના એ નિવૃત્ત જમાદાર છે. એમનો જન્મ પાટણ જિલ્લાના સેંધા ગામમાં રબારી પરિવારમાં થયો.

ખેડૂતપુત્ર નાનુએ કિશોરવયે જાણ્યું કે ગામનો એક યુવક ઢેલનાં અમુક ઈડાં પોતાના ઘેર લઈ જઈને મરઘી પાસે સેવરાવે છે. થોડા દિવસે બચ્યું બહાર નીકળે અને એનો ધીરે ધીરે કુદરતી વિકાસ થાય.

મોર પ્રત્યે થયેલું આકર્ષણ વર્ષો વીતતાં નાનુ દેસાઈની રોજિંદી પ્રવૃત્તિમાં વણાયું. એસએસસી ભણેલા નાનુને ૧૯૮૧માં સિંચાઈ વિભાગ, દમણગંગામાં જમાદાર તરીકે નોકરી મળી. ત્રણેક વર્ષ બાદ અમદાવાદમાં વાસણા બેરેજ ખાતે ટ્રાન્સફર થઈ. અહીં નજીકમાં વૃક્ષો હોવાથી પંખીઓથી આ વિસ્તાર એકદમ ભર્યોભાદર્યો રહે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020