સુશાંતનું સત્ય બહાર આવશે કે કોથળામાંથી બિલાડું નીકળશે?
Chitralekha Gujarati|September 14, 2020
સુશાંતનું સત્ય બહાર આવશે કે કોથળામાંથી બિલાડું નીકળશે?
અંધારામાં તીર પર તીરનો મારો ચાલી રહ્યો છે. સવાલ એ છે કે આ કેસની તપાસનું ટાંય ટાંય ફિસ્સ તો નહીં થાય ને?
દેવાંશુ દેસાઈ (મુંબઈ)

સુશાંતસિંહની જીવતેજીવ એક્ટર તરીકે જેટલી ચર્ચા થઈ નહોતી એટલી એના અપમૃત્યુ બાદ મોતના કારણને લઈને થઈ રહી છે. એમાં પણ મૃત્યુના બેએક મહિના પછી સીબીઆઈએ આ કેસની તપાસ પોતાના હાથમાં પકડી લીધી પછી તો રોજ નવી નવી થિયરીમાં પણ નવા નવા ફણગા ફટી રહ્યા છે. સીબીઆઈ અલગ અલગ પાંચ ટીમ બનાવીને પાંચ દિશામાં એકસાથે તપાસ કરી રહી છે. શરૂઆતમાં મુંબઈ પોલીસ અને હવે સીબીઆઈ કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચી શકી નથી. પ્રેમ, પૈસા, સેક્સ, મર્ડર, ડ્રગ્સ... સુશાંતના મોતને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવાનું કોઈ વિચારે તો બેથી ત્રણ ભાગમાં બનાવવી પડે એટલી બધી થિયરી-માહિતી ભેગી થઈ રહી છે. આખરે અંતિમ સત્ય શું? સરવાળે સુશાંતની આત્મહત્યા કે હત્યા સંબંધી ચોક્કસ નિષ્કર્ષ નીકળશે પછી કોથળામાંથી બિલાડું નીકળશે... સામાન્ય લોકોમાં આ પ્રશ્ન પણ હવે ચર્ચાઈ રહ્યો છે.

સુશાંત આત્મહત્યા કેસમાં તપાસ ક્યાંથી ક્યાં ટર્ન લેશે એ કોઈએ વિચાર્યું નહોતું. શરૂઆતમાં ફિલ્મ ઉદ્યોગ અને સગાવાદ એટલે કે નેપોટિઝમને લઈને જાણીતા દિગ્દર્શક-પ્રોડ્યુસરોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા તો હવે શંકાની આંગળી સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તરફ ચીંધાઈ રહી છે. સુશાંતના પરિવારજનો તો પહેલેથી જ રિયાને જવાબદાર ગણી રહ્યા છે.

હકીકતમાં આ કેસને સતત ગાજતો રાખવામાં અને સીબીઆઈ તપાસ સુધી લઈ જવામાં અભિનેત્રી કંગના રનૌટે મોટો ભાગ ભજવ્યો છે. દિલ્હીથી આવેલી સીબીઆઈની ટીમે સાંતાક્રુઝમાં સરકારી ગેસ્ટ હાઉસમાં ધામા નાખ્યા છે, જ્યાં રિયા ચક્રવર્તી, એનો ભાઈ ગોવિક, સુશાંતનો રૂમમેટ સિદ્ધાર્થ પીઠાની, રસોઈયા કેશવ અને મિરાન્ડા, હાઉસ મેનેજર નીરજસિંહ સહિત નજીકના સાત-આઠ જણને બોલાવી આપઘાતના એકાદ સપ્તાહ પહેલાં બનેલી ઘટનાને આગળ-પાછળની વાત સાથે સાંકળી કોઈ કડી મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020