રાજકોટ-મોરબીનાં ઉદ્યોગગૃહો ફૂકે છે ચીન સામે રણશિંગું...
Chitralekha Gujarati|July 27, 2020
રાજકોટ-મોરબીનાં ઉદ્યોગગૃહો ફૂકે છે ચીન સામે રણશિંગું...
બ્રિટિશ સામ્રાજ્ય સામે ગાંધીજીએ છેડેલા અસહકાર આંદોલનનું શતાબ્દી વર્ષ છે ત્યારે અનાયાસ ભારતની પ્રજા ચીનની જોહુકમી સામે જંગે ચડી છે. ભારત અને ચીનની સેના ભલે એક લડાખ સરહદે ઊભી હોય, ચીનને જાકારો આપવાનું વલણ દેશભરમાં ફેલાયું છે તો બીજી તરફ, ચાઈનીઝ માલની અવેજીમાં દેશના લોકોને સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ પૂરી પાડવા રાજકોટ તથા મોરબીના અનેક ઉદ્યોગ કમર કસી રહ્યા છે.

આત્મનિર્ભર ભારત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નારાની અસર અત્યારે તો દેશમાં થઈ હોય એવું લાગે છે. બજારમાં ગ્રાહકો ઈસ્ત્રી પણ ખરીદે તો પૂછે છેઃ ચાઈનીઝ માલ તો નથી ને? ચીન સાથેની સરહદે સેના હજી ખડકાયેલી છે અને સરકાર પણ સજ્જ-સતર્ક છે. પ્રજામાં જુવાળ છે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગ ક્ષેત્રે પણ ક્રાંતિની આ જ્વાળા દેખાઈ રહી છે.

મોરબીના વિવિધ ઉદ્યોગના સંચાલક-માલિકોએ એવો નિર્ણય લીધો છે કે આપણે હવે શક્ય એટલી સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો. ચીનથી તો કોઈ વસ્તુ ન જ ખરીદવી. જે રીતે અત્યાર સુધી ઉત્પાદન માટેની કાચી સામગ્રી ચીન કે અન્ય દેશથી આવે છે, ઉપયોગ થાય છે એ જોતાં કોઈને પણ એમ લાગે કે આ નિર્ણયનો અમલ કઈ રીતે શક્ય બનશે? આમ છતાં મોરબીમાં તો એની શરૂઆત થઈ ચૂકી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગની અગ્રણી કંપની સિમ્પોલોના મૅનેજિંગ ડિરેક્ટર જિતુભાઈ અઘારા ચિત્રલેખાને કહે છેઃ

'ચીન સામેની વ્યાપારી લડાઈ લાંબા ગાળાના રોગ સામે લડતા હોઈએ એવી છે. માત્ર બહિષ્કારથી ચીનને પાછળ પાડી દેવાશે એમ માનવું ભૂલભરેલું છે. અમારા સિરામિક ઉદ્યોગમાં લાદીને પોલિશ કરવા માટે એબ્રેસિવ નામનું મટીરિયલ ચીનથી મગાવવું પડે છે. મોરબીના મારા ઉદ્યોગકાર મિત્ર શૈલેશભાઈએ વાતવાતમાં મને પૂછ્યું કે હું અહીં એ બનાવું તો? મેં કહ્યું કે ગુણવત્તા સારી હોવી જોઈએ, ભાવ ભલે વધારે હોય. ભાવ વીસ ટકા વધશે તો ચાલશે, પરંતુ હું અહીં બનેલું મટીરિયલ વાપરીશ. અલબત્ત, આ વાત હજી મશીનરીમાં શક્ય નથી. ઈટાલિયન મશીનરી મોંઘી છે. ચીનથી ખરીદેલાં મશીનથી ચીન જેવી જ ટાઈલ્સ બનાવીને આપણે વેચીએ તો એનાં જ શસ્ત્ર વડે એના પર પ્રહાર થયો ગણાશે. ગયા વર્ષે અમારા યુનિટે રૂપિયા ૧૦ કરોડની નિકાસ ચીનમાં કરી હતી એ રીતે તો આપણે તો ચીનમાંથી કમાયા આપણે એને પૈસા આપ્યા નથી.'

એ ઉમેરે છે કે અત્યારે વિશ્વના ઘણા દેશ ચીનની વિરુદ્ધ થયા છે. સિરામિકનું ભારતનું નવું ટકા ઉત્પાદન મોરબીમાં થાય છે. અમને બીજા દેશમાંથી ઑર્ડર વધારે મળી રહ્યા છે. જો આમ જ ચાલુ રહે તો મોરબીમાં સિરામિકનાં નવાં ૪૦૦ યુનિટ્સ આવી શકે એમ છે. દુનિયાભરમાં ટાઈલ્સની કુલ જરૂરતના ૪૩ ટકા નિકાસ ચીન એકલું કરે છે. ભારત નવ ટકા સાથે બીજા ક્રમે છે. હવે જો આપણે ઉત્પાદન વધારીએ તો અન્ય દેશ ચીનને બદલે આપણી પાસેથી ટાઈલ્સ ખરીદે, આપણી ક્વૉલિટી, સર્વિસ, ટેક્નોલૉજીથી તો વિશ્વબજારને હવે સંતોષ છે. ટૂંકમાં, ચીનથી ખરીદેલી મશીનરી બંધ કરવાનો અર્થ નથી. એ મશીનમાં એનાથી સારી ગુણવત્તાની વસ્તુ બનાવીને દુનિયાને વેચાય.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 27, 2020