સાવન જો આગ લગાયે...
Chitralekha Gujarati|July 27, 2020
સાવન જો આગ લગાયે...
બે મહિલા પોતાની સાથે થયેલાં દુષ્કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાવે, પણ એમને ન્યાય મળે એ પહેલાં ખુદ તપાસ અધિકારી સામે જ ગંભીર આક્ષેપ થાય ને એ જ ઝડપાઈ જાય તો? વક્રતા તો એ છે કે તપાસ અધિકારી પણ મહિલા જ છે.

‘પાસા' (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટીઝ) કાયદો ન લગાડવાના ૩૫ લાખ... વરલી મટકાના ધંધા બદલ જેલમાં ન પૂરવાના ૪૦ હજાર... માર મારીને ગામમાં ન ફેરવવાના પાંચ હજાર.. એફઆઈઆર’માં નામ દાખલ ન કરવાના હજાર..

પહેલી નજરે પ્રાઈસ લિસ્ટ લાગતા આ આંકડા થોડા સમય પહેલાં સમાચારમાં ચમક્યા હતા. ગુજરાતમાં કેટલાક પોલીસ કર્મચારીએ આરોપી, તહોમતદાર, વગેરે સામે કાનૂની કાર્યવાહી ન કરવા અમુક રકમ માગી કે પડાવીના સમાચાર ગાજ્યા હતા. આવો જ એક ચકચારભર્યો કિસ્સો અમદાવાદનાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ૨૬ વર્ષી ફૂટડી શ્વેતા જાડેજા સામે આજકાલ સનસનાટી મચાવી રહ્યો છે.

કેશોદ (જિલ્લો જૂનાગઢ)નાં શ્વેતા હમીરભાઈ જાડેજા ૨૦૧૬માં ગુજરાત પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે જોડાયાં. અમદાવાદમાં ચારેક વર્ષથી ફરજ બજાવતાં શ્વેતા જાડેજા થોડા સમયથી મહિલા પોલીસસ્ટેશન (પશ્ચિમ)માં પોલીસ ઈન્સ્પેક્ટર-ઈનચાર્જ હતાં. આ હોદ્દાની રુએ એ અમદાવાદની જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર કેનલ શાહ સામે છેડતીની ફરિયાદની તપાસ કરી રહ્યાં હતાં. ફરિયાદ નોંધાવી હતી કેનલ શાહનાં પર્સનલ આસિસ્ટન્ટ મહિલા કર્મચારીએ ૨૦૧૭માં.

પોલીસ સૂત્રોએ ચિત્રલેખાને આપેલી માહિતી મુજબ આ કેસમાં કેનલે પોતાની ધરપકડ સામે આગોતરા જામીન મેળવી ફરિયાદી યુવતી અને પોતાની વચ્ચે રિલેશન હોવાનો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો. ત્યાર બાદ બન્ને વચ્ચે સમાધાન થયું ને કેસ આટોપાઈ ગયો. જો કે થોડા સમય બાદ ફરિયાદી યુવતીએ સમાધાન બળજબરીથી કરાવવામાં આવ્યું છે એમ કહીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કેસ ફરી શરૂ કરાવ્યો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 27, 2020