બિનવારસી લાશોનો આ છે વારસ..
Chitralekha Gujarati|July 27, 2020
બિનવારસી લાશોનો આ છે વારસ..
૫૦,૦૦૦થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કારનો અનુભવ એમની પાસે છે. ભૂકંપ, સુનામી, રેલ જેવી આફતો વખતે કામ કરવાનો અનુભવ એમની પાસે છે. ‘કોરોના’ મહામારીમાં કોઈ સ્વજન અંતિમ ક્રિયામાં હાજર રહી શકતા નથી એવા સમયે સુરતના અબ્દુલ મલબારી અને એમનું ‘એકતા ટ્રસ્ટ એમના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમ ક્રિયા કરતાં હોય છે. સુરતમાં કોરોનાથી મોતને ભેટેલા ચારેય દરદીના એમના ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરનારા આ માણસ માનવતાનું બેમિસાલ ઉદાહરણ છે.

કોરોના કેર સમગ્ર વિશ્વમાં છે, કોઈ બાકાત નથી (એમાં કેટલાક નજીવા અપવાદ સિવાય) ત્યારે કોરોનાથી બચવાના ઉપાય અને થાય તો એની સારવાર માટેનાં ઉપાય અને સંશોધનની ચર્ચા બધી જગ્યાએ છે.

આ બધા વચ્ચે કોરોનાથી મૃત્યુ પામતા લોકોની અંતિમવિધિના પણ અનેક પ્રશ્નો વિશ્વભરમાં ઊભા થયા છે. આવા માહોલ વચ્ચે સુરતમાં કોરોનથી સંક્રમિત થઈને એક દરદી મહાવીર હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો. એના અંતિમ સંસ્કાર ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં કરવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફોન કર્યો અબ્દુલ રહમાન મલબારીને. કારણ? ચહેરા પર દાઢી, લેંઘો અને ઝભ્ભો પહેરતા ૫૧ વર્ષ અબ્દુલ રહમાન મલબારીનું અડધું જીવન બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરવાના કામમાં જ વીત્યું છે. કોવિડ-૧૯ને કારણે મૃત્યુ પામેલા દરદીઓના અંતિમ સંસ્કારની ચિંતા આખા વિશ્વમાં હશે, પણ સુરતના વહીવટી તંત્રને નથી, કારણ કે એમની પાસે અબ્દુલ મલબારી અને એમનું એકતા ટ્રસ્ટ છે.

સાવ સડી ગયેલી, અકસ્માતમાં ટકાઓમાં વિખેરાયેલી, ડુબી ગયેલાની કે બળી ગયેલી લાશ, જેને જોતાં કે એના વિશે સાંભળતાં આપણને અરેરાટી થઈ આવે એવી લાશ, જેને એનું પોતાનું સ્વજન પણ હાથ ન લગાડે એવાના સંપૂર્ણ સમ્માન સાથે એકતા ટ્રસ્ટ એના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કરે છે. રોજ સુરત અને આસપાસથી ૧૨-૧૩ લાશને સ્મશાન અથવા કબ્રસ્તાન પહોંચાડી એની માન્યતા અને વિધિ મુજબના અંતિમ સંસ્કાર કરે છે.

કોરોનાના નામથી લોકો દૂર ભાગી જાય છે ત્યારે એવા દરદીનું મૃત્યુ થાય ત્યારે પરિવારની ચિંતા વધી જવી સ્વાભાવિક છે, સાથે કાયદા મુજબ એમને નજીકમાં પણ આવવા દેવામાં આવતા નથી. એવા સમયે એકતા ટ્રસ્મી ટીમ આ આખી પ્રક્રિયામાં સાથે હોય છે. મૃતકને સેનિટાઈઝ કરીને એને ખાસ બનાવવામાં આવેલી એક બૅગમાં મૂકવામાં આવે છે. એ બાદ મૃતકને હિંદુ હોય તો સ્મશાન અને મુસ્લિમ હોય તો કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે. આ પાર્થિવ શરીર સાથે કોઈ આપ્તજન હોતું નથી. એની તમામ ચિંતા કરે છે એકતા ટ્રસ્ટના સાથીઓ. આ સંજોગોમાં એકતા ટ્રસ્ટના સભ્યો પણ ખાસ કિટ પહેરીને આ કાર્ય કરે છે.

અબ્દુલ મલબારી કહે છે: “ખાસ તકેદારી રાખીને આ તમામના અંતિમ સંસ્કાર કર્યા છે. આરોગ્ય વિભાગના સીધા માર્ગદર્શનમાં અત્યારે કામગીરી કરવામાં આવે છે. આજ સુધીના તમામ અનુભવો કરતાં પણ કોરોનામાં સ્થિતિ વધુ ચિંતાજનક છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 27, 2020