માણસ નામે પોલીસ...
Chitralekha Gujarati|July 27, 2020
માણસ નામે પોલીસ...
તહેવાર હોય કે તનાવ, ઉદ્વેગ હોય કે ઉત્સવ, આહલાદ હોય કે આફત... પોલીસ બધી સ્થિતિમાં મોરચો સંભાળે છે. એને સરહદની અંદરના સૈનિક પણ કહીએ તો ખોટું નથી. સાહિત્યમાં તો પોલીસનો ઉલ્લેખ જૂજ થયો છે. ફિલ્મોમાં પોલીસનાં અનેક રૂપ જોવા મળ્યાં છે. હા, પોલીસ હપ્તા લેવા માટે પણ બદનામ અને ગેરવર્તન માટેય વગોવાયેલા... આ તરફ ‘કોરોના’ કાળમાં જીવનના અનેક રંગ દુનિયાએ જોયા. ખાખીનો પણ અલગ રંગ જોવા મળ્યો. પોલીસની એ છાપ હવે બદલાઈ રહી છે. પ્રશ્ન એ છે કે એનું જીવન ક્યારે બદલાશે?

એને બધા જુવે છે. એને ઘણા લોકો ઓળખે પણ છે, પરંતુ ઓછા લોકો એને જાણે છે. એવું વારંવાર કહેવાય છે કે ભાઈ, એની દોસ્તીય સારી નહીં ને દુશ્મનીય સારી નહીં.

દુશ્મની તો કોઈની સારી નહીં, પણ દોસ્તી?

સાવ એવું નથી. અને હા, આપણે એને દોસ્ત માનીએ કે ન માનીએ, એ તો આપણા માટે આપણી સાથે દોસ્તની જેમ વર્તે છે.

દોસ્તની જેમ એટલે?

આપણી થોડી ચિંતા કરે, મુસીબતમાં સાથ આપે, મદદ કરે અને જરૂર પડ્યે આપણને ટપારે પણ ખરો એ આપણો દોસ્ત. આ દોસ્ત આપણા પ્રસંગમાં નિમંત્રિત ન પણ હોય એવું બને, પરંતુ આપણને તકલીફ પડે ત્યારે હાજર હોય છે.

એનું નામ છે: Public Officer for Legal Investigation and Criminal Emergency.

ભાઈ, પહેલો અક્ષર વાંચો. આ તો આપણા પેલા પોલીસની જ વાત છે. આમ તો એ વહીવટી તંત્રનો હિસ્સો, પણ પોલીસનું જીવન એટલે દરરોજ જાણે એક સળગતો કિસ્સો. કાયદો અને વ્યવસ્થા એ બે શબ્દ પોલીસ સાથે સંકળાયેલા છે, પરંતુ પોલીસ તો સમાજવ્યવસ્થા સાથે પણ અભિન્ન રીતે જોડાયેલા છે. હરિનાં હજાર નામ છે તો પોલીસનાં પણ દસ-બાર તો ખરાં. જમાદાર, હવાલદાર, હિંદીમાં દરોગા, ફિલ્મમાં ચંદુ અને ટીવીસિરિયલમાં ગણપત... થાનેદાર અને જૂની ગ્રામ્યવ્યવસ્થામાં પોલીસ પટેલ, ફોજદાર ને કોટવાલ. પોલીસવ્યવસ્થાનો એક હોદ્દો સૂબેદાર, એ પણ એના નામ તરીકે પછી જાણીતો બન્યો અને ન ગમે એવો, છતાં વારંવાર લોકો જેનો ઉપયોગ કરે એવો એક શબ્દ ઠોલો.

એક સમયે નેવી બ્લ્યુ શર્ટ અને ચડ્ડીવાળા હવાલદાર હતા, ફાયરબ્રિગેડના માસીયાઈ ભાઈ લાગે એવા. પછી ખાખી રંગ આવ્યો. ચડ્ડી યથાવત્હ તી. અંગ્રેજના જમાનામાં પણ ચટ્ટીવાળા હવાલદાર હતા અને પોલીસ પાઘડી જેવી ટોપી પણ પહેરતા. દેશ કોઈ પણ હોય, કાળ કોઈ પણ હોય, પોલીસનું માથું કૅપ વગરનું લગભગ ન હોય. અલગ અલગ સ્વરૂપે આ પોલીસે વિશ્વમાં લોકો માટે કામ કર્યું છે લેટિન શબ્દ છે politia અને એનું મૂળ છે ગ્રીક શબ્દ politeraમાં. પોલાઈટ-ભલમનસાઈ મુજબ નાગરિકો માટે વહીવટ કરવો એવો એક અર્થ અહીં તારવવામાં આવતો.

ખેર, પોલીસનો ઈતિહાસ લાંબો છે અને મોટા ભાગે એકસરખો. એવું કહી શકાય કે ઘાટ ઘડ્યા પછી નામ-રૂપ જૂજવાં... ફિલમી કેમેરાએ પોલીસના અનેક ચહેરા આપણી સામે ધર્યા. કોઈ ઘટના બન્યા પછી મોડા પહોંચતા હાસ્યાસ્પદ પોલીસ યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહી... એવો ડાયલોગ બોલતા પોલીસ, ભ્રષ્ટ અને ક્રૂર પોલીસ. ગુંડાની ગુલામી અને નેતાની ચાપલૂસી કરતા પોલીસ કે પછી ખાખીને વફાદાર રહેનારા પોલીસ. આપણી પોલીસ વિશેની સમજ ફિલ્મ કે અન્ય માધ્યમોએ ઘડી છે એટલે પોલીસ આપણને લાંચિયા, ગેરવર્તણૂક કરતા એવા જ દેખાય, પરંતુ બધા પોલીસ એવા હોતા નથી.

ક્યારેય જોયાં છે પોલીસનાં જૂનાં ઘર?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 27, 2020