લૉકડાઉનમાં જોવા મળ્યાં જાતજાતનાં પક્ષી... ભાતભાતના માળા!

Chitralekha Gujarati|June 29, 2020

લૉકડાઉનમાં જોવા મળ્યાં જાતજાતનાં પક્ષી... ભાતભાતના માળા!
વડોદરાના એક યુવાને લોકો પાસેથી વિવિધ વિગત-વિડિયો-ફોટા મગાવીને કર્યું છે પક્ષીઓ વિશે અનોખુ સંશોધન.

લોકડાઉનમાં સર્વત્ર માનવજાત ઘરમાં હતી. વાહનોના કર્કશ અવાજ થંભી ગયા હતા ત્યારે આપણા કાન પર મધુર કેકારવ ગુંજવા લાગ્યો હતો. કર્કશ ઘોંઘાટ કરતાં દરેક વાહનનો અવાજ થંભી ગયો હતો. નાનાએવા મોહલ્લાથી માંડી મહાનગર સુધી માત્ર નીરવ શાંતિનો અનુભવ બધા માટે અદ્ભુત અનુભૂતિ હતી. આ શાંતિ જુદી જુદી જાતનાં પક્ષીઓને જાણે સ્પર્શી ગઈ હોય એમ લૉકડાઉનમાં પ્રત્યેક પક્ષી મુક્તપણે ગગનમાં વિહરવા લાગ્યાં. કલરવ કરવા લાગ્યાં. લોકડાઉન બાદ ગણતરીના દિવસમાં લોકોએ ઘરઆંગણે અવનવાં પક્ષીને નજીકથી જોયાં-સાંભળ્યાં પક્ષીપ્રેમીઓ માટે તો આ લોકડાઉન આનંદનો ઉત્સવ બની રહ્યો. ક્યાંક ચક્લીની ચીં.. ચીં તો ક્યાંક કોયલનો ટુકો... સપનાંમાં ન જોયેલાં પક્ષી ઘરની બાલ્કનીમાં ઊડાઊડ કરે. નસીબદાર પક્ષીપ્રેમીને તો ઘેરબેઠાં લક્કડખોડ જેવાં ભાગ્યે જોવા મળતાં પક્ષી નિહાળવાની તક મળી તો કોઈને પોતાના કમ્પાઉન્ડમાં બુલબુલ જોવા મળી. લોકોએ પક્ષીની એક-એક ગતિવિધિ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી. કોઈએ તસવીરો લીધી તો કોઈએ વિડિયોગ્રાફી કરીને પોતાનાં સગાંસંબંધીને મોકલાવી. આમ અન્ય લોકોને પણ પક્ષી સાથે રૂબરૂ કરાવ્યા. પરિણામે લોકોમાં પક્ષીઓ માટે આકર્ષણ ઊભું થયું. એ લોકોએ સમય મળે બર્ડ વોચિંગ શરૂ કર્યું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 29, 2020