નાના માણસની માણસાઈ બહુ મોટી!

Chitralekha Gujarati|June 29, 2020

નાના માણસની માણસાઈ બહુ મોટી!
મુંબઈઃ કોરોનાની કઠણાઈનાં રોદણાં પૂરાં થાય એમ નથી. આ વાઈરસે એવી તો દશા બેસાડી છે કે કોઈ વિદ્વાન પણ એનો ઉકેલ દેખાડી શકે એમ નથી. દેશમાં હજારો લોકો એની બીમારીને કારણે મૃત્યુ પામ્યા, કરોડો લોકોએ કામકાજના સ્થળેથી પોતાના વતન તરફ હિજરત કરવી પડી. લાખોની નોકરી ગઈ અને જેમનો પગાર કપાઈને અડધો કે ઘણા કિસ્સામાં એનાથી પણ ઓછો થયો એવાય અગણિત માણસો છે.

બધા પોતપોતાની તકલીફોને રડે છે. કંપનીના સંચાલકો અને દુકાનદારો કહે છે કે ધંધો બે-અઢી મહિના બંધ રહ્યો એટલે અમે કર્મચારીઓને પૂરતું વેતન ચૂકવી શકીએ એમ નથી તો સામે શ્રમિકો એ વાત માનવા તૈયાર નથી કે વર્ષોથી ધંધો કરનારા શેઠિયાઓ પાસે આટલો સમય માણસોને સાચવી શકવા જેટલી રકમ પણ કેમ નથી?

ખેર, અહીં વાત એક એવી સ્ત્રીની છે, જે આપણી વચ્ચે જ રહે છે. આ વાત એક એવી સ્ત્રીની છે, જેને સામાન્ય રીતે આપણે બધા કામવાળી બાઈ તરીકે જ ઓળખીએ છીએ. જાણે એની બીજી કોઈ ઓળખ જ નથી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 29, 2020