બળથી નહીં, પણ કળથી કામ લેવું પડશે!

Chitralekha Gujarati|June 29, 2020

બળથી નહીં, પણ કળથી કામ લેવું પડશે!
ચીન તથા પાકિસ્તાન સાથેનો સીમાવિવાદ અપૂરતો હોય એમ ચીનના પડખે ભરાયેલા નેપાળે આપમેળે આપણી સાથેની સરહદ બદલી નવા નકશા તૈયાર કરી લીધા છે. મુશ્કેલી એ છે કે આ પડોશીનો આપણે જોરથી કાન પણ આમળી શકીએ એમ નથી અન્યથા એક નાના-નબળા દેશને કચડી નાખવાનું આળ માથે આવે એટલે આપણે મધમાખીને માર્યા વગર મધ મેળવવા જેવી સિફતથી કામ કરવું પડશે.

હિમાલયના ઉગમણે ઈંડ આવેલા અરુણાચલથી માંડીને પશ્ચિમે પાકિસ્તાની સરહદે આવેલા લડાખ સુધીની આશરે ત્રણ હજાર કિલોમીટર લાંબી સરહદ અંગે ભારત-ચીન વચ્ચેનો વિવાદ છેક વર્ષ ૧૯૧૪થી ચાલે છે અને એમાં અવારનવાર આવતા ચડાવ-ઉતારથી આપણે ટેવાઈ ગયા છીએ, પણ ભારત-નેપાળ વચ્ચેનો સરહદી ઝઘડો તો કોરા આભમાંથી વીજળી ત્રાટકે એવી અણધારી ઘટના છે.

ભારત-નેપાળની સરહદ ઉઘાડી છે અને આવ-જાવ માટે કશા દસ્તાવેજોની જરૂર પડતી નથી. હજારો-લાખો નેપાળીઓ નોકરી-ધંધા માટે ભારતનાં દૂરદરાજનાં ગામડાં સુધી પહોંચી ગયા છે. અંગ્રેજી રાજવટ દરમિયાન ગોરખા રેજિમેન્ટની કુકરી વિખ્યાત બની હતી. સિક્કિમમાં ઠરીઠામ થયેલા અગણિત નેપાળીઓએ સ્થાનિક લેપચા-ભૂતિયા લોકોને લઘુમતી બનાવી દીધા છે. દાર્જીલિંગ વિસ્તારમાં મોટી વસતિ ધરાવતા નેપાળીઓના આગેવાન સુભાષ ઘીસિંગે બંગાળના ટુકડા કરીને અલગ ગુરખાલેન્ડની માગણી માટે એંસીના દાયકામાં હિંસાખોર આંદોલન ચલાવ્યું હતું. ટૂંકમાં, નેપાળ અને ભારત બે ખોળિયામાં રહેતા એક જ જીવ જેવા નિકટના સંબંધ ધરાવતા હતા. નેપાળની સરહદની રક્ષા કરવાની જવાબદારી ભારતીય સેનાની છે અને નેપાળના રાજકારણમાં ભારતે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 29, 2020