દગાબાજ ડ્રેગનનો ઈરાદો શું છે?

Chitralekha GujaratiJune 29, 2020

દગાબાજ ડ્રેગનનો ઈરાદો શું છે?
સમાધાનની શરત પ્રમાણે પાછા હટવાના બદલે ચીની સૈન્ય ફરી લડાખના વિવાદાસ્પદ વિસ્તારમાં આવ્યું અને ભારતીય જવાનો પર ત્રાટક્યું. એ રીતે જોઈએ તો ચીને છળકપટથી ભારતીય સિપાહીઓનો જાન લીધો.

લડાખની સરહદે અચાનક અને અણધાર્યો ભડકો ઊડ્યો છે. મહિના દોઢ મહિનાથી અક્સઈ ચીન વિસ્તારમાં ખડકાયેલાં ભારતીય-ચીની લશ્કરી દળો એકબીજા સામે ઘૂરકી રહ્યાં હતાં, પણ બન્ને પક્ષે શાંતિ જાળવવાની અને આ મતભેદ શાંતિપૂર્ણ વાટાઘાટોથી ઉકેલવાની જાહેરાત થઈને વરિષ્ઠ લશ્કરી અફસરોએ પોતપોતાનાં દળને પાછાં હટાવવાની યોજના અને તારીખ પણ જાહેર કરી.

જો કે ધાર્યા કરતાં થોડી અલગ જગ્યાએ ધૂણી ભભૂકી ઊઠી. બન્ને દેશ વચ્ચે વધુ મતભેદ તો પેંગોંગ ત્સો એટલે કે સરોવર નજીકના વિસ્તારોની માલિકીનો છે. ચીન અને ભારત આ સરોવર પોતાના વિસ્તારમાં આવેલું હોવાનો દાવો કરે છે, પણ આ સપ્તાહની શરૂઆતમાં પૂર્વ લડાખના ગલવન વિસ્તારમાં અથડામણ થઈ. આ અથડામણમાં વીસ ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા. દુશ્મનના કેટલા લોકો હણાયા કે ઘાયલ થયા એ નક્કી જાણી શકાયું નથી. ચીન પોતાની ખુવારીના આંકડા કદી જાહેર કરતું નથી, પણ આ વખતે ચીને મોટી ખુવારી વેઠવી પડી અને આપણા કરતાં એના લગભગ બમણા સૈનિકોનો જાન ગયો હોવાનો અંદાજ મૂકવામાં આવે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 29, 2020