ગુજરાતીઓનું અભૂતપૂર્વ વખાણવા લાયક ભોજનદાન…!

Chitralekha Gujarati|May 25, 2020

ગુજરાતીઓનું અભૂતપૂર્વ વખાણવા લાયક ભોજનદાન…!
મુંબઈમાં ઝૂંપડપટ્ટીવાસીઓને રસ-પૂરીનું જમણ... રાજકોટમાં રોજની એક લાખથી વધુ રોટલીનું મહાદાન... સુરતમાં સગર્ભા બહેનોને ચોખ્ખા ઘીની સુખડી-મોહનથાળ!

મુંબઈ શહેર માટે કહે છે કે ભારતભરમાં નહીં થતાં હોય એટલાં પુણ્યનાં કામ અહીં થાય છે...

વાત સાવ સાચી છે. સપનાના આ શહેરમાં જે કંઈ સકર્મનાં કામ થાય એ બીજા લોકો કલ્પી પણ ન શકે. હાલમાં કોરોનાને લઈને હાહાકાર છે. લોકોમાં જાઉં તો ક્યાં જવું અને મદદ જોઈએ તો કોને કહેવું એવી ભયાનક સ્થિતિ છે. લોકોને બે ટંક ભોજનનાં ફાંફાં થઈ ગયાં છે. આ સંજોગોમાં ખાવો ને ખવડાવો એ આપણી સંસ્કૃતિ છે.

આવી આફતના સમયે આ સંસ્કારનાં દર્શન લોકોને ડગલે ને પગલે થઈ રહ્યાં છે. એમાં પણ જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં આ સંસ્કાર વધુ બે ડગલાં આગળ જોવા મળે છે.

કોરોનાને લઈને કરોડો શ્રમિકો-મજૂરોને, એમના પરિવારોને રોજગારી નથી. બે ટંક માટે જે કંઈ દાન મળે એ મેળવીને ખાઈને ગુજારો કરે છે. આવી વિકટ પરિસ્થિતિમાં મુંબઈના પરાં કાંદિવલી- બોરીવલીની ઝૂંપડપટ્ટીમાં ૧૨,૦OO ગરીબોને રસ-પૂરી ને ઢોકળાંનું જમણ મળે એની કોઈ સપનામાં પણ કલ્પના ન કરી શકે, પરંતુ આ સપના જેવી સ્થિતિ મુંબઈમાં ગુજરાતીઓ દ્વારા એક વાર નહીં, ત્રણ-ત્રણ વખત રિપીટ થઈ છે. લૉકડાઉનમાં આજે રોટલો-શાક, પૂરી-શાક કે દાળ-ભાત કે સૂકો નાસ્તો માંડ મળે છે. એની સામે છેલ્લા પંદર દિવસમાં ત્રણ-ત્રણ વખત રસ-પૂરી અને ઢોકળાંનું જમણ આપવામાં આવ્યું છે. મુંબઈમાં દહીસરથી ચર્ચગેટ અને વીટીથી મુલુંડ સુધીના વિસ્તારોમાં ગુજરાતી સંસ્થા ને દાનવીરો ભૂખ્યાને, જરૂરતમંદોને પોષ્ટિક ભોજન જમાડી રહ્યાં છે, પણ આ બધામાં કપોળ સમાજના અગ્રણી ત્રંબકભાઈ પારેખ અને એમની ટીમ દ્વારા આ સંકટકાળમાં પણ ત્રણ વખત બાર હજાર લોકોને રસ-પૂરીનું જમણ આપવામાં આવ્યું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020