શું હવે ફરી તોબા બોલાવશે તીડ?

Chitralekha Gujarati|May 25, 2020

શું હવે ફરી તોબા બોલાવશે તીડ?
કોરોના સામે જંગે ચડેલા ભારત માટે પૂર્વ આફ્રિકાના દેશોની જેમ વધુ એક મોટી સમસ્યા બની શકે છે તીડનાં ઝુંડ...

ગયા વર્ષે ગણ્યા ગણાય નહીં ને અટકાવ્યા અટકે નહીં એવી મોટી માત્રામાં બનાસકાંઠાના પાક પર તીડનું ઝુંડ ત્રાટક્યું હતું. ખેડૂતોએ ભારે નુકસાની વેઠવી પડી હતી. તીડના ઝુંડને કાબૂમાં લેવા સામ-દામ-દંડ-ભેદ અજમાવી અંતે સરકારે શિક્ષકોને પણ તીડને મારવાની ડ્યુટી પર મોકલી આપવા પડ્યા હતા. આ બધાના પરિણામે તંત્રએ ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો ને સમાચારોમાં ગાજ્યાં હતાં તીડ... તીડ...તીડ.

જો કે નિષ્ણાતોએ ત્યારે જ કહ્યું હતું એમ ગયા વર્ષે તીડનું આક્રમણ છેલ્લા ઘણા દાયકાઓનું સૌથી મોટું આક્રમણ હતું, પણ એ માત્ર ચેતવણી હતી આવનારાં વર્ષો માટેની. આ વર્ષે એનાથી મોટી તીડ- હોનારત માટે ખેડૂતો અને તંત્રએ કમર કસવાની છે, જેની પહેલી ચેતવણી તાજેતરમાં લોકસ્ટ વૉર્નિંગ ઓર્ગેનાઈઝેશન (એલડબ્લ્યુઓ)એ આપી છે. એપ્રિલ મહિનામાં રાજસ્થાન ને પંજાબમાં તીડનાં પ્રાથમિક ઝુંડ જોવા મળ્યાં હતાં ને છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના બનાસકાંઠામાં પણ તીડનાં ઝુંડ પ્રવેશી ચૂક્યાં છે. આ તીડ હવે સંવનનમાંથી પસાર થઈ એમની સંખ્યા અનેકગણી કરવા લાગશે. રાજસ્થાનમાં જોવા મળેલાં તીડ એ જ પ્રજાતિનાં તીડ છે, જે પૂર્વ આફ્રિકામાં સેંકડો એકરના પાકને નુકસાન પહોંચાડી ચૂક્યાં છે. પૂર્વ આફ્રિકાથી છેક ભારત સુધી કેવી રીતે આવ્યાં આ વેતભર્યાં તીડ?

વેલ, તીડના આ લાંબા માઈગ્રેશન વિશે સમજીએ એ પહેલાં આખી પરિસ્થિતિ સમજી લઈએ.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All