વતનવાપસીના બે ચહેરા: મૈ ગમ કો ખુશી કૈસે કેહ દૂ...જો કેહતેં હૈ ઉનકો કેહને દો...

Chitralekha Gujarati|May 25, 2020

વતનવાપસીના બે ચહેરા: મૈ ગમ કો ખુશી કૈસે કેહ દૂ...જો કેહતેં હૈ ઉનકો કેહને દો...
ભારત સરકારના વંદે ભારત મિશન હેઠળ ઉઝબેકિસ્તાનથીઆવેલા (રાધર, આવેલી) એક યુવા પેસેન્જરનું દિલ્હી એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.

એના હાથમાં હતું એક વર્ષનું યોર્કશાયર ટેરિયર પ્રજાતિનું એક સુંવાળું શ્વાન. એનું નામ ઑરિયો. પેસેન્જરની સાથે ઑરિયોનું પણ વેલકમ કરવામાં આવ્યું. ઍરપોર્ટ પર જ એને થાનનો તાજો આહાર (બિસ્કૂટ, ચિપ્સ) આપવામાં આવ્યો. ટ્વિટર પર આ તસવીર અને લખાણ ચમકતાં જ જાતજાતની પ્રતિક્રિયા આવવા માંડી. કહે છે કે જેમણે આ લખાણ- તસવીર મૂક્યાં એ નવી દિલ્હી જિલ્લા પ્રશાસનનું વેરિફાઈડ એકાઉન્ટ છે.

હશે. આપણે આગળ વાત કરીએ. ભારતમાં નવીનવાઈનો, પણ મહાવિકરાળ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા બાવીસ માર્ચથી તાળાબંધી જાહેર કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં લંબાવવામાં આવશે. સિત્તેર હજારથી વધુ ભારતીયોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે ને ૨૨૯૦નાં એને લીધે મોત થયાં છે. લોકડાઉનના ગાળામાં દેશનાં તમામ ઍરપોસને તાળાં મારી દેવામાં આવ્યાં છે-ન કોઈ વિમાન ઊડી શકે, ન કોઈ વિમાન ઉતરાણ કરી શકે.

મુશ્કેલી એ છે કે આજે પરદેશ ગયેલા નોકરિયાત, વિદ્યાર્થીઓ ત્યાં અટવાઈ પડ્યા છે. બાકી હતું તે હવાફેર કરવા ગયેલાં કુટુંબ પણ અટવાયાં. એમને પરત લાવવાની કવાયત શરૂ થઈ વંદે ભારત મિશન. પહેલા તબક્કામાં આશરે છે હજાર ભારતીયોને વિમાન કે સ્ટીમર દ્વારા લાવવામાં આવ્યા. આ માટે એર ઈન્ડિયાનાં પચ્ચીસ વિમાન અને બે સ્ટીમરને કામે લગાડવામાં આવી. ભારતીય નૌકાદળની આઈએનએસ જલશ્વમાં સાતસો જેટલા ભારતીયોને માલદીવથી લાવવામાં આવ્યા, જ્યારે એક પેસેન્જર શિપને લક્ષદ્વીપથી ૧૨૧ ભારતીયોને લઈને કોચી (કેરળ)ના બંદરમાં લાંગરવામાં આવી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All