આ જેલને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ

Chitralekha Gujarati|May 25, 2020

આ જેલને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
મુંબઈની આર્થર રોડ જેલમાં ૧૮૦થી વધુ કેદી કોરોનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ આવ્યા છે ત્યારે આ કાળમુખા ગ્રહણમાંથી કઈ રીતે મુક્તિ મેળવી રહ્યા છે ગુજરાતના કારાગાર... અમદાવાદ જેલમાં ૧૮ કેદી કોરોના પોઝિટિવ આવ્યા પછી ગુજરાતની જેલો ૧૩ હજાર કેદી અને સ્ટાફની સ્વાથ્ય સુરક્ષા અને સલામતી માટે કઈ રીતે સજજ અને સજાગ બન્યા છે કારાવાસના વિભિન્ન ઉચ્ચ અધિકારીઓ...

કોરોના વાઈરસ સામે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની સક્રિયતા ચકાસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઍન્ટિબૉડી રેપિડ ટેસ્ટ શરૂ કરી હતી. જો કે આ ટેસ્ટ કિટનો વિવાદ થતાં હાલમાં ટેસ્ટ બંધ કરી છે.

જોકે એનો ચોંકાવનારો કિસ્સો જાણવા જેવો છે...

૨૮ એપ્રિલે અમદાવાદના એક પોલીસસ્ટેશનના અધિકારીએ ચાર આરોપીની માધુપુરાના અર્બન હેલ્થ સેન્ટરમાં ઍન્ટિબૉડી રેપિડ ટેસ્ટ કરાવી. રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે ચારેએ હાશકારો લીધો. પછી પોલીસ અધિકારી રિપોર્ટ સાથે ચારેયને અમદાવાદની સેન્ટ્રલ (સાબરમતી) જેલમાં મૂકવા ગયા. જો કે જેલ અધિકારીએ અર્બન સેન્ટના બદલે કોવિડ હોસ્પિટલના રિપોર્ટનો આગ્રહ રાખ્યો એટલે બન્ને વચ્ચે દલીલો થઈ આખરે બીજા દિવસે પોલીસ અધિકારીએ કોવિડ હૉસ્પિટલમાં ચારેયની ટેસ્ટ કરાવી. એનું પરિણામ ચોંકાવનારું આવ્યું–ચારેય કોરોના પોઝિટિવ હતા.

આ પહેલાં ર૬ એપ્રિલે બે કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો. બન્નેને હૉસ્પિટલાઈઝ કર્યા હતા. માની લો કે રેપિડ ટેસ્ટના નેગેટિવ રિપોર્ટવાળા ચાર કેદીને જેલમાં દાખલ કર્યા હોત તો શું થાત? કદાચ અમુક કેદી અને જેલ સ્ટાફને ચેપ લાગ્યો હોત. અલબત્ત, એવું ન થયું, કારણ છે કે ગુજરાત હાઈ કોર્ટના આદેશના આધારે ગુજરાતના જેલ વિભાગે કોવિડ હોસ્પિટલના નેગેટિવ રિપોર્ટવાળા કેદીને જેલમાં દાખલ કરવાનો નિયમ બનાવ્યો છે. એના પાલન માટે જેલ અધિકારીએ દાખવેલી ભારે ચોકસાઈના લીધે જેલમાં કોરોના વાઈરસ સંક્રમણની સંભવિત મુશ્કેલી ટળી.

અહીં મહત્ત્વનો સવાલ એ ઉદભવે છે કે ચાર કેદી પહેલાં કે પછી રેપિડ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ મેળવનારી તમામ વ્યક્તિ ખરેખર કોરોના નેગેટિવ હતી ખરી?!

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020