આ કપરા કાળમાં લાવ-સેક્સ ને લાગણીનું શું?

Chitralekha Gujarati|May 25, 2020

આ કપરા કાળમાં લાવ-સેક્સ ને લાગણીનું શું?
મહામારીને કારણે મળેલો ચિક્કાર ફાજલ સમય અને પરાણે મળી ગયેલું જીવનસાથીનું સામિપ્ય દંપતીઓની સેમ્યુઅલ તથા ઈમોશનલ હેલ્થ સુધારશે કે બગાડશે?

કોરોનાની મહામારીને કારણે આજે લોકોએ સતત ફરજિયાત ઘરમાં રહેવું પડે છે એની લોકો પર માનસિક, શારીરિક તથા આર્થિક અસર થઈ રહી છે એ તો આપણે બધાં જ જાણીએ છીએ, પરંતુ શું એની સેક્સવૃત્તિ-પ્રવૃત્તિ પર પણ અસર થઈ છે ખરી? લોકડાઉનને કારણે દંપતીઓ પર થોપાયેલા ચોવીસ કલાકના સહવાસને લીધે એમની સેમ્યુઅલ હેલ્થ અને ઈમોશનલ હેલ્થનું શું? લોકોનું દામ્પત્યજીવન સેક્સકે લાગણીને કારણે વણસ્યું છે કે પછી સુધર્યું છે?

આ અને આવા જ બીજા કેટલાક સવાલ પ્રિયદર્શિનીએ પૂછ્યા પદ્મશ્રીનું સમ્માન મેળવનારા જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીને તથા સાઈકોલૉજિસ્ટ નેહલ ગાંધીને અનેક હૉસ્પિટલ અને મેન્ટલ હેલ્થ સેન્ટરો સાથે સંકળાયેલાં નેહલ ગાંધી છેલ્લાં બાર વર્ષથી મુંબઈના માટુંગા પરામાં પ્રેક્ટિસ કરે છે.

ચાલો, સાંભળીએ આ બન્ને નિષ્ણાતોને એમના જ શબ્દોમાં...

લૉકડાઉનની અસર આજે નાનામાં નાના બાળક પર પણ પડી રહી છે તો વૈવાહિક સંબંધો પર તો પડે જ ને? દુનિયાભરના સર્વે ભલે ગમે તે કહેતા હોય, પણ મારા હિસાબે તો એ સર્વે બિકિની જેવા છે. જે દેખાડે છે એના કરતાં વધુ ઢાંકીને વધુ જિજ્ઞાસા જગાડે છે. ટૂંકમાં, અડધું સત્ય જ કહે છે. વળી, દેશ-વિદેશના લોકો, એમની સંસ્કૃતિ, એમનાં વાણી-વહેવાર બધું જ જુદું હોય આથી આવા સર્વેનાં સાફ સાફ તારણ કાઢવાં બહુ મુશ્કેલ હોય છે.

કોરોના વાઈરસને કારણે બધા ઘરમાં બંદીવાન જેવી હાલતમાં છે ને યુગલોએ પણ ચોવીસ બાય સાત સાથે રહેવું પડે છે. વર્કિંગ પ્રોફેશનલો પાસે તો સેક્સ માટેય પૂરતો સમય નહોતો. એમને માટે આ સ્થિતિ સ્વર્ગ જેવી છે. સમયના અભાવે જે નહોતું મેળવી શકાતું એના માટે હવે સમય જ સમય છે.

સેક્સના ત્રણ તબક્કા હોય છે. ફોર પ્લે, સેક્સ અને આફ્ટર પ્લે. જે કપલને એકમેક માટે સમય નહોતો એમની પાસે હવે ફૉર પ્લેનો ભરપૂર સમય છે. આવાં યુગલો લૉકડાઉનના સમયને લકી ગણે છે. એટલે જ કોન્ડોમનું પણ વેચાણ વધ્યું છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020