પધારો, આ ડિજીટલ વેડિંગમાં...

Chitralekha Gujarati|May 18, 2020

પધારો, આ ડિજીટલ વેડિંગમાં...
લોકો દિવસોથી ઘરમાં પુરાયેલા છે એવી સ્થિતિમાં લગ્નોત્સુક યુગલો ‘ટેક્નોલૉજી પધરાવો, સાવધાન... કહીને કેવી રીતે જનમોજનમના બંધનમાં જોડાયાં એની અનોખી કહાણી અહીં માંડે છે બે યુગલ...

કહે છે કે જન્મ, મરણ અને લગ્ન પર માણસનો કોઈ કાબૂ હોતો નથી. ઈશ્વર જ એ બધું નક્કી કરે છે. કોઈ યુવક-યુવતી લગ્નના પવિત્ર બંધનમાં જોડાય એ ઋણાનુબંધ જ હોય છે.

આથી જ યે શાદી તો હો કર રહેગી જેવી ફિલ્મી સિમ્યુએશન આજે કોવિડ-૧૯ના સમયમાં પણ લાગુ પડી રહી છે. આજે જ્યારે આખી દુનિયા ઘરમાં કેદ છે ત્યારે લગ્નોત્સુક યુવક-યુવતીઓનું શું? કંકોતરી છપાઈ ગઈ હોય, વાડી-હૉલ બુક થઈ ગયાં હોય અને લગ્નનું બધું શૉપિંગ પણ થઈ ગયું હોય એવી સ્થિતિમાં લગ્ન કૅન્સલ કરવાં પડે તો એમની શી હાલત થાય?

જો કે દરેક ઘટના કે સંજોગોમાં કોઈ ને કોઈ ઉપાય તો નીકળી જ આવે એમ ઘણાં યુગલોએ આવી સ્થિતિમાં પણ રસ્તો શોધી કાઢ્યો છે.

- તો આજે આપણે પ્રિયદર્શિનીમાં એવાં યુગલોને મળીશું, જેમણે કોરોના વાઈરસથી ઊભી થયેલી પરિસ્થિતિને પડકારી છે. લગ્ન રદ કરવાને બદલે એમણે ટેક્નોલૉજી દ્વારા ઈ-મૅરેજ કર્યા છે. મિત્રો ને સગાંસંબંધીઓનો મેળાવડો ભેગો કરવાની પરવાનગી ન હોવા છતાં એ બધાંને લગ્નમાં આમંત્રણ પણ આપ્યું છે. આવાં ડિજિટલ વેડિંગ માટે બધી જ તૈયારી, જેમ કે લગનવિધિની સામગ્રી. વરમાળા, વગેરે પણ આ યુગલોએ જ તૈયાર કરી છે.

ચાલો, એમની પાસેથી જાણીએ આ ડિજિટલ લગ્ન વિશે એમના જ શબ્દોમાં...

સત્યજિત રોય-રચયિતા રોય

હું અને રચયિતા પ્રોફેશનલ્સ છીએ. ત્રણ વર્ષથી સાથે કામ કરીએ છીએ. એક વર્ષથી પ્રેમમાં છીએ. ગયા વર્ષે ડિસેમ્બરમાં અમારી સગાઈ થઈ. અમારાં ડેસ્ટિનેશન વેડિંગ પચ્ચીસ એપ્રિલે શ્રીલંકામાં થશે એવું નક્કી પણ થયું. બસ્સો લોકોનું ફ્લાઈટ બુકિંગ અને હોટેલ બુકિંગ પણ થઈ ગયું. આઠ એપ્રિલે કોર્ટ મેરેજની તારીખ પણ નક્કી થઈ ગઈ.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 18, 2020