વંદના જેરાજાણી: ખટમધુરી સફળતા
વંદના જેરાજાણી: ખટમધુરી સફળતા
૪૫ પ્રકારનાં નિતનવાં અથાણાં બનાવતાં આ અથાણાંક્વીનના ક્લાયન્ટ લિસ્ટમાં કોકિલાબહેના અંબાણી, આશા ભોસલે, રાકેશ રોશન, સંજય લીલા ભણસાલી જેવી હસ્તીઓ સામેલ છે.

ઘણી મહિલાના હાથમાં એવો જાદુ હોય કે એમના હાથની રોટલી-દાળ-ભાત-શાક જેવી સાદી રસોઈ પણ સ્વાદિષ્ટ લાગે. આંગળાં ચાટવાનું મન થાય કે દાઢમાં સ્વાદ રહી જાય જેવી કહેવત એમના માટે બરાબરની બંધબેસતી થઈ જાય.

આવાં જ એક મહિલા છે વંદના જેરાજાણી. વંદનાબહેન અથાણાં બનાવે છે. છેલ્લાં વીસેક વર્ષથી વધુ સમયથી અથાણાં બનાવતાં વંદનાબહેનના ગ્રાહકોની યાદીમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત લોકો છે. ૪૫ પ્રકારનાં નિતનવાં અથાણાં એમના મેનુમાં વર્ષભર જોવા મળે છે.

પ્રિયદર્શિની સાથે વાત કરતાં વંદનાબહેન કહે છે: “અરે, ગુજરાતી જ નહીં, મારવાડી, સિંધી, પંજાબી, પારસી, વગેરે તમામ લોકો અથાણાંના શોખીન હોય છે. જમવામાં શાક બરાબર ન બન્યું હોય કે ઓછું પડ્યું હોય ત્યારે અથાણાંનો જ તો સહારો લેવામાં આવતો હોય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારાં બનાવેલાં અથાણાં આજે લોકોને આટલાં બધાં ગમશે.”

મુંબઈના પ્રતિષ્ઠિત ફરસાણ સ્ટોર્સમાં, ભારતભરમાં અને દુબઈ, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વંદના જેરાજાણીનાં અથાણાંની ખાસ્સી ડિમાન્ડ છે. વંદનાબહેનનાં અથાણાંની ખાસ વાત એ છે કે એ કોઈ પણ પ્રકારનાં પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલ્સ નથી વાપરતાં. હોમ મેડ અથાણાં જેવો જ સ્વાદ તમને એમનાં અથાણાંમાંથી મળે છે. ક્વૉલિટીમાં પણ એમનાં અથાણાં નંબર-વન છે.

વંદનાબહેન કહે છેઃ “આપણે જે ખાઈએ એ જ વસ્તુ હું અથાણાંના મસાલા બનાવવામાં વાપરું છું. જો તમે જરા પણ ગુણવત્તામાં સમાધાન કરો તો કસ્ટમરને ખબર પડ્યા વગર રહે નહીં એટલે એવો શોર્ટ ટ મેં ક્યારેય અપનાવ્યો જ નથી.”

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 30, 2020