પ્લીઝ, કોરોના... ઈતના ભી પરેશાન કરો ના!
પ્લીઝ, કોરોના... ઈતના ભી પરેશાન કરો ના!
...એમ વિનવે છે કમબખ્ત કોરોના વાઈરસને મનોરંજન ઉદ્યોગના ખેરખાં.

રાજ કપૂરની શ્રી ૪૨ની નકલ સમી રાજુ બન ગયા જેન્ટલમેનમાં નાના પાટેકરે હીરો શાહરુખ ખાનને સંબોધીને ગાયેલું સર્દી ખાંસી ન મલેરિયા હુઆ... લવેરિયા હુઆ. આમાં થોડા ફેરફાર સાથે કહેવું પડશેઃ કોરોના હુઆ...

ચીનમાંથી દુનિયાભરમાં પ્રસરેલો કોરોના વાઈરસ નામનો અજગર એક પછી એક ઈન્ડસ્ટ્રીને ભરડો લેતો જાય છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમથી લઈને રિટેઈલ, સ્પોર્ટ્સ, શેરબજાર, વગેરે. તો એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી. શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, સિનેમાને તાળાં મારવાથી લઈને નવી ફિલ્મની રજૂઆત તથા ફિલ્મ-ટીવીસિરિયલ-વેબ-સિરીઝનાં શૂટિંગ પર બ્રેક લાગી ગઈ છે. સલમાન ખાન, હૃતિક રોશન, દીપિકા પદુકોણથી લઈને કીર્તિદાન ગઢવી, પંકજ ઉધાસ, વગેરે જેવી સેલિબ્રિટીના વિદેશપ્રવાસ (લાઈવ કન્સર્સ) રદ થઈ ગયા છે. ફિલ્મ-ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનાં મંડળે શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો એનાથી ફિલ્મની રિલીઝ, રિલીઝથયેલી ફિલ્મના વકરા, વગેરે પર અસર પડશે.

રિલીઝ માટે રેડી એવી ફિલ્મોની વાત કરીએ તો રોહિત શેટ્ટીની સૂર્યવંશીથી લઈને દીબાકર બેનરજીની સંદીપ ઔર પિન્કી ફરાર જેવી અનેક નવી ફિલ્મોની રિલીઝ અટકાવી દેવામાં આવી આથી હિંદી સિનેમાના ખેરખાંનું માનવું છે કે જ્યારે પરિસ્થિતિ થાળે પડશે, થિયેટરો ઊઘડશે ત્યારે રિલીઝ ડેટ, થિયેટર મેળવવા નિર્માતા વચ્ચે ધક્કામુક્કી ને પડાપડી થશે.

બીજી તરફ, શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ બંધ થવાને લીધે બાગી-થ્રી તથા અંગ્રેઝી મિડિયમ, થપ્પડ જેવી ફિલ્મના બિઝનેસ પર ગંભીર અસર પડી. વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર્સના કમિટી મેમ્બર તથા જાણીતા ડિસ્ટ્રિબ્યુટર હીરાચંદ દંડ જરા જુદી વાત કરતાં કહે છે કે નવી રિલીઝ થયેલી ફિલ્મના ધંધા સરકારના આદેશ પહેલાં જ બેસી ગયા હતા. મોલ-થિયેટર ખુલ્લાં હતાં ત્યારે પણ લોકો વાઈરસના ભયના લીધે ફિલ્મ જોવા જતા નહોતા.

હિંદી સિનેમાનું વિદેશમાં વિતરણ કરતા હીરાચંદભાઈ કહે છે: “અંગ્રેઝી મિડિયમ મેં સાઉથ આફ્રિકામાં રિલીઝ કરી, પણ સાઉથ આફ્રિકાના ભારતીય દર્શકો અંગ્રેઝી મિડિયમ જોવા સિનેમા હોલમાં ગયા જ નહીં તો સિંગાપોર સરકારે સિનેમા હૉલ, ઑડિટોરિયમમાં અઢીસોથી વધુ દર્શકના પ્રવેશ પર બંધી ફરમાવી. ટિકિટો પણ અમુક અંતરે સીટ ખાલી રાખીને ઈશ્ય કરવાની.”

ફિલ્મ તથા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શૂટિંગની રોકની સૌથી ગંભીર અસર સ્પોટ બૉઝ, લાઈટ આસિસ્ટન્ટ્સ, સેટ્સ પર કામ કરતા વર્કર્સ, જે રોજની આઠ કલાકની પાળી પર કામ કરે છે એમને થઈ છે. જો કે અમુક ફિલ્મસર્જકો આગળ આવ્યા છે ને એમણે અરજ કરી છે કે ફરી શૂટિંગ શરૂ ન થાય ત્યાં સુધી આ લોકોને નિયમિત પૈસા મળતા રહે એ માટે ભંડોળ એકઠું કરવું તો સુધીર મિશ્રા તથા અન્ય સર્જકોએ એવી રજૂઆત કરી કે ફંડ ભેગું કરીને યુનિટવાળાને આપવા કરતાં તો સર્જકોએ છેલ્લે જેમની સાથે કામ કર્યું હોય (અથવા હમણાં કરી રહ્યા હોય) એમને સીધી આર્થિક સહાય કરવી.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 30, 2020