મેઘાવી મેંજુનાથ: ભઈસા'બ, ના છોરી તો બહુ સવાલ કરે છે!
મેઘાવી મેંજુનાથ: ભઈસા'બ, ના છોરી તો બહુ સવાલ કરે છે!
નિતનવું શીખવા માટેનો ઉત્તમ રસ્તો છે ક્વિઝ. એમાં પ્રેક્ષકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે. એવું આ મહિલા ક્વિઝ માસ્ટરનું કહેવું છે.

કુતૂહલ, જિજ્ઞાસાવૃત્તિ, નિતનવું જાણવાની તાલાવેલી હોવી, મનમાં અનેક સવાલ થવા.. આ તમામ ચીજ જે વ્યક્તિમાં હોય છે એ જીવનમાં આગળ આવે છે. એને સફળતા મળે જ છે.

જો કે આ જ સતત સવાલ કરવાની આદતને કોઈ કારકિર્દીમાં ફેરવે તો? તમને લાગશે આવું કેવું કે કોઈ સવાલો પૂછીને પોતાની કરિયર બનાવી શકે?

વેલ, છેલ્લાં દસ વર્ષથી અનેક પ્રકારની ક્વિઝ-પ્રશ્નાવલિ દેશ-વિદેશમાં યોજનારી મેઘાવી મંજુનાથને તમે એક વાર ક્વિઝિંગ કરતાં જુઓ તો દંગ રહી જશો. ક્યુરિયોસિટી નોલેજ સોલ્યુશન્સ નામક કંપનીની સ્થાપક અને કર્તાહર્તા મેઘાવી મહિલા ક્વિઝ માસ્ટર છે અને ૬૦૦થી વધુ ક્વિઝ કાર્યક્રમ યોજીને ભારતીય ક્વિઝ સર્કિટમાં ખાસ્સી જાણીતી છે. વિવિધ વિષયોથી ભરપૂર રસપ્રદ સવાલો પૂછીને લોકોને મનોરંજન તેમ જ જ્ઞાન પૂરું પાડનારી મેઘાવી બેંગલુરુનો પ્રખ્યાત ટેલિવિઝન શો પ્રદર્શન ચંદાના પર ક્વિઝ શોનું સંચાલન પણ ઘણાં વર્ષોથી કરતી આવી છે.

પ્રિયદર્શિનીને મુલાકાત આપતાં મેઘાવી કહે છે:

‘માનવીય સ્વભાવ છે, મગજમાં સવાલ જાગે એટલે એનો જવાબ શોધવા આપણે મંડી પડીએ. આવા જ સવાલોથી ભરપૂર ક્વિઝ શો વધુ ને વધુ રસપ્રદ, જ્ઞાનવર્ધક અને રોચક કેમ બને એ મારી હંમેશાં કોશિશ રહે છે. એ માટે હું અને મારી ટીમ ખૂબ મહેનત કરીએ છીએ.'

એક-બે કલાકના ક્વિઝ શો કાર્યક્રમ માટે મેઘાવી અને એની ચાર વ્યક્તિની ટીમ પુષ્કળ મહેનત કરે છે. ઑડિટોરિયમમાં પ્રેક્ષકો સવાલનો જવાબ શોધી કાઢે તો સારું, નહીં તો ઘરે જઈનેય એમને સવાલનો જવાબ શોધવાની ઈચ્છા થાય તો એ માટે પણ મેઘાવી એના દરેક કાર્યક્રમમાં વ્યવસ્થા કરે છે.

દસેક વર્ષ પહેલાં જ્યારે મેઘાવીએ ક્યુરિયોસિટી કંપની શરૂ કરી ત્યારે કોઈને ખબર નહોતી કે આ કંપનીમાંથી મેઘાવી હવે પૈસા કેવી રીતે રળશે?

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 23, 2020