અમદાવાદ ઍરપોર્ટ છે તોબા તોબા, પણ કોનાથી?!
અમદાવાદ ઍરપોર્ટ છે તોબા તોબા, પણ કોનાથી?!
દેશ-વિદેશનાં વિમાનો અને પ્રવાસીઓથી વ્યસ્ત તથા સુરક્ષાજવાનોથી સજજ રહેતા ઍરપોર્ટ પર ક્યારેક પશુ-પંખીની આવન-જાવન મોટી આફત સર્જી શકે છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે અમદાવાદ ઍરપોર્ટ કેવા કેવા પડકાર ઝીલવા પડે છે એ દર્શાવતો તલસ્પર્શી અહેવાલ.

અમદાવાદ એરપોર્ટ.. હમણાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે એ સમાચારમાં-ટીવી પર બહુ ચમક્યું. દેશ-વિદેશના પ્રવાસીઓ અને દેશ-વિદેશનાં વિમાનોની આવન-જાવનથી ધમધમતું ગુજરાતનું આ નંબર-વન ઍરપોર્ટ છે. ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત વખતે ટાર્ગેટ પર હોય છે આ એરપોર્ટ એથી એ સીસીટીવી અને લેટેસ્ટ સિક્યોરિટી ગેઝેટ્સથી સુસજ્જ છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનો ખડેપગે ફરજ બજાવે છે, છતાંય અહીં અચાનક કેટલીય વાર દોડધામ થઈ જાય. ટેક ઓફ કરી ચૂકેલા વિમાનને ઘણી વાર ઈમર્જન્સી લેન્ડ કરાવવું પડે છે.

અમદાવાદમાં ૨૪ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પરિવાર સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરવાના હતા. એ પૂર્વે સીઆઈએસએફ, અમેરિકી સુરક્ષા એજન્સીના જવાનો, વગેરેએ એરપોર્ટનો કબજો સંભાળી લીધો હતો, છતાંય અગાઉની જોખમી ઘટનાનું પુનરાવર્તન થયું. એક ફ્લાઈટને ઈમર્જન્સી લેન્ડ કરાવવી પડી.

એરપોર્ટ પર શેનું જોખમ હોય છે?

જવાબ વાંચીને તમે ખરેખર ચોંકી જશો. વિમાન માટે જોખમ સર્જનારાં કોઈ ત્રાસવાદી કે વિમાન સેવાપીડિત વ્યક્તિ નથી, પરંતુ એ નિર્દોષ જીવ છે. માનવી નહીં, પણ અબોલ જીવ. ફોડ પાડીને કહીએ તો અમુક પંખી તેમ જ ક્યારેક કૂતરા અને વાંદરા પણ એરપોર્ટ પર જોખમ સર્જે છે.

વાત વિગતે સમજીએ...

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં ડોમેસ્ટિક અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલાં છે. ગુજરાતમાં ગીર, ઍયૂ ઑફ યુનિટી, કચ્છ, દ્વારકા, સાપુતારા, વગેરે પ્રવાસનસ્થળો તેમ જ બિઝનેસ, મેડિકલ, એજ્યુકેશન, વગેરે ક્ષેત્રની કૉન્ફરન્સના લીધે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. અમદાવાદ એરપોર્ટમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૪ લાખ, ૨૦૧૭-૧૮માં ૯૧ લાખ અને ૨૦૧૯માં એક કરોડથી વધુ પ્રવાસી આવ્યા અર્થાત્ દૈનિક સરેરાશ ૨૮ હજાર યાત્રી અહીં લૅન્ડ થયા.

અહીં એક તરફ આકાશમાં વિમાનો ઊડતાં હોય તો બીજી તરફ પંખી એકલ-દોકલ કે ટોળામાં ઊડાઊડ કરતાં દેખાય, પરંતુ કોઈ પંખી અચાનક વિમાનની લગોલગ પહોંચી જાય છે અથડાય ત્યારે જોખમ સર્જાય છે.

આવું બન્યું ૧૮ ફેબ્રુઆરીએ. સવારે પોણા દસ વાગે ૧૭૪ પ્રવાસીને અમદાવાદથી બેંગલુરુ લઈ જતી ગોએર ફ્લાઈટ રન-વે પર દોડીને ટેક ઑફ કર્યું ત્યાં જ અચાનક એક પક્ષી અથડાયું. ફ્યુઅલ ટૅન્ક લીક થઈ એથી વિમાનના જમણા એન્જિનમાં આગ ભભૂકી ઊઠી. જો કે પાઈલટે સમયસૂચકતા દાખવીને એરપોર્ટ પર ફ્લાઈટ ઈમર્જન્સી લૅન્ડ કરાવી તેમ જ ફાયર ટીમે આગ ઓલવીને પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા.

આ ઘટનાના બરાબર દસ દિવસ બાદ ૨૮ ફેબ્રુઆરીએ સાંજે ગોએની અમદાવાદ-જયપુર જતી ફ્લાઈટ ટેક ઑફ કરવાની તૈયારીમાં હતી. એ વખતે પ્રવાસીઓએ લગેજ મૂકવા માટે કેબિન લગેજ સેલ્ફ ખોલતાંવેત અંદરથી બે કબૂતર ફડફડ કરતાં ઊડીને બહાર આવ્યાં. ફ્લાઈટની અંદર કબૂતરો ઊડતાં જોઈને પ્રવાસીઓ અને લાઈટ કૂચોંકી ગયા. હસાહસ થઈ. કોઈકે મોબાઈલમાં વિડિયો ઉતારી વાઈરલ કરી દીધો. જો કે થોડી મિનિટોમાં ફ્લાઈટ ક્રૂએ ફ્લાઈટનો ગેટ ખોલીને કબૂતરો બહાર ઉડાડ્યા પછી સોએ હાશકારો લીધો. જો કે ઘટના ચર્ચાસ્પદ બની રહી. એવું માનવામાં આવે છે કે ફ્લાઈટ સાથે જોડલા એરોબ્રિજમાંથી કબૂતરો અંદર આવ્યાં હશે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 16, 2020