- અને એક વધુ બળાત્કાર...

Chitralekha Gujarati|March 16, 2020

- અને એક વધુ બળાત્કાર...
દેશમાં સ્ત્રી પરના બળાત્કારની ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. તાજેતરમાં સૌરાષ્ટ્રના રામોદ ગામની યુવતી પર હવસની પરાકાષ્ઠા રૂપે એકસાથે ત્રણ નરાધમે કારમાં અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો, જેના અપરાધીઓ તરીકે સ્થાનિક રાજકારણીનાં નામ ખૂલ્યાં છે, પણ...

એના હાથમાં રિવૉલ્વર હતી, શબ્દોમાં એ કરડાકી:

જોજે, કોઈનેય કહ્યું તો તને અને તારા ભાઈને બન્નેને મારી નાખીશું...

થોડી વાર પહેલાં જે આંખોમાંથી હવસ છલકાતો હતો એ આંખોમાં હવે કરડાકી હતી. આ વાત છે રાજકોટ પાસેના કોટડા સાંગાણી ગામ નજીક આવેલા રામોદની. ચાલતી કારમાં ભરબપોરે આ ગામની યુવતી પર ત્રણ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જો કે પોલીસ અહીં તપાસમાં ધીમી ગતિથી આગળ વધી રહી છે. જેમના પર બળાત્કારનો આરોપ છે એ ત્રણેય રાજકારણી છે. બે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે અને ત્રીજા સાહેબ કોંગ્રેસના નેતા છે.

૮ માર્ચ વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી ઠેર ઠેર થશે. નારી સશક્તિકરણની વાતોથી કાર્યક્રમના મંચ અને સોશિયલ મિડિયા છલકાઈ જશે, પરંતુ રામોદમાં થયેલા બળાત્કારના આરોપી એ પહેલાં પોલીસના સકંજામાં આવી જશે કે નહીં એ નક્કી નથી, કારણ કે આ લખાય છે ત્યારે સોમવાર (૨ માર્ચ, ૨૦૨૦) સુધી તો પોલીસને એના સગડ મળ્યા નથી. ઉન્નાવના કુલદીપસિંહ સેંગાર અને શાહજહાંપુરના ચિન્મયાનંદવાળા કેસની જેમ આ કિસ્સાની ચર્ચા ચોમેર છે. અહીં ત્રણ આરોપીમાંથી બે ભાજપના છે એટલે અહીં પણ બહુમતી છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 16, 2020