સમોસાંથી સ્વાદિસ્ત સફળતા સુધી.... રચના ધમાણવાલા

Chitralekha Gujarati|February 24, 2020

સમોસાંથી સ્વાદિસ્ત સફળતા સુધી.... રચના ધમાણવાલા
જાતજાતનાં સમોસા બનાવીને સફળ બિઝનેસવુમના બનેલી સુરતી મહિલાની કરકરી મસાલેદાર કહાણી.

ઘણી વાર એવું બનતું હોય છે કે આપણામાં છુપાયેલી ટેલેન્ટ વિશે બહારના લોકોને પહેલાં ખબર પડે. રસોઈકળા એવી ટેલેન્ટ છે, જે મોટા ભાગે બધી મહિલાઓમાં ઓછા-વત્તા અંશે જોવા મળે જ છે. કારણ કે દીકરી સમજણી થાય ત્યારથી દરેક મા એને રસોઈકળા શીખવતી જ હોય છે. કહે છે ને કે શીખેલું આજે નહીં તો કાલે કામમાં આવતું જ હોય છે.

પ્રિયદર્શિનીમાં આપણે આવી જ એક ટેલેન્ટેડ મહિલાને મળીશું, જે રસોઈકળામાં પારંગત તો છે જ સાથે સાથે એક સફળ બિઝનેસવુમન બનીને એણે પુરવાર કર્યું છે કે સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે.

સુરતમાં રહેતી રચના ધમાણવાલા આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કૂકિંગ એસ્પર્ટ રચના કોઈ શેફ નથી. એ સમોસા બનાવે છે. રચનાઝ સમોસા નામક બ્રાન્ડ થકી આજે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, સિંગાપોર, હોંગકોંગ, વગેરે દેશોમાં એ ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. ભારતભરમાં ગુજરાતી અને ગુજરાતીઓને જાતજાતનાં સ્વાદિષ્ટ સમોસા ખવડાવનારી રચનાના ક્લાયન્ટ લિસ્ટમાં પોલીસ કમિશનર, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, ડૉક્ટર્સ, વકીલ અને અનેક જાણીતાં નામ છે. સમોસા બનાવીને સામ્રાજ્ય સર્જનારી રચના પ્રિયદર્શિનીને કહે છેઃ ‘મેં ક્યારેય ધાર્યું નહોતું કે સમોસાં મને ફેમસ બનાવી દેશે. આજે આ એ સમોસાંએ મારી ઓળખ-બ્રાન્ડનેમ બનાવી દીધી છે.’

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020