માથું ફાટફાટ થાય એવા આ તે કેવા ફોબિયા ?

Chitralekha Gujarati|February 24, 2020

માથું ફાટફાટ થાય એવા આ તે કેવા ફોબિયા ?
લાઈટ અને અવાજનો અતિરેક માથાનો દુખાવો વકરાવી શકે તથા માઈગ્રેનનું નિમિત્ત પણ બની શકે.

આયુષી તેર-ચૌદ વર્ષની થઈ ત્યારથી એને માથાનો દુખાવો લાગુ પડ્યો. સ્કૂલ-કોચિંગ ક્લાસ-સ્વિમિંગ પૂલ એ બધાં વચ્ચે ભાગદોડ થતી અને ક્યારેક તો સમયના અભાવે એ ખાવાનું પણ ટાળતી. ફેમિલી ડૉક્ટરનું કહેવું હતું કે ઉંમર સાથે હોર્મોનમાં થતા ફેરફારનું આ પરિણામ છે અને થોડા વખતમાં બધું નોર્મલ થઈ જશે.

પછી આવ્યું દસમીનું વર્ષ. નોર્મલ થવાને બદલે માથાનો દુખાવો ઔર વધ્યો. હવે ડૉક્ટરને લાગ્યું કે બોર્ડ એક્ઝામનું ટેન્શન છે એટલે સ્ટ્રેસને કારણે માથું દુખતું હશે.

પછી તો દસમી નહીં, બારમાની પરીક્ષા પણ આવી ને ગઈ, આયુષીને સારી કૉલેજમાં એડમિશન મળી ગયું, પરંતુ પેલો દુખાવો તો વચ્ચે વચ્ચે આવતો જ રહ્યો. એમાંય ક્યારેક તો માથું જાણે ફાટી પડવાનું હોય એમ લાગે. સાથે કોઈક વખત ચક્કર કે મોળ આવે અને પેટ ચૂંથાતું હોય એમ લાગે.

આમ પકડાઈ બીમારી

બીજાં કોઈ દેખીતાં કારણ વગર આયુષીની ફરિયાદ ચાલુ રહી એ પછી એક નિષ્ણાત તબીબે વિગતવાર એની સાથે વાત કરી. એક વાત એમણે નોંધી કે વધારે પડતો અવાજ હોય કે બહુ રોશની હોય ત્યારે આયુષીનું માથું વધારે દુખે છે. તબીબી ભાષામાં એને અનુક્રમે ફોનોફોબિયા અને ફોટોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. છેવટે પીડાનું મૂળ પહોંચ્યું માઈગ્રેન સુધી.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020