બજેટ ને NRI... બિનરહીશ ભારતીય શા માટે મૂંઝવણમાં મુકાઇ ગયા છે?

Chitralekha Gujarati|February 24, 2020

બજેટ ને NRI... બિનરહીશ ભારતીય શા માટે મૂંઝવણમાં મુકાઇ ગયા છે?
બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને ભારતીય કરદાતાઓ માટે ગૂંચવણ સર્જાઈ છે. બીજી તરફ, બજેટની એક જોગવાઈએ ‘નૉન-રેસિડન્ટ ઈન્ડિયન’ ( એનઆરઆઈ - બિનરહીશ ભારતીય) ને પણ ભારે મૂંઝવણમાં મૂકી દીધા છે. શું છે આ જોગવાઈ? એની અસર ‘એનઆરઆઈ ” વર્ગ પર શું થઈ શકે? આ વિશે ‘ચિત્રલેખા’ એ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આંતરરાષ્ટ્રીય કરવેરાના નિષ્ણાત અશોક શાહ સાથે કરેલી વિશેષ વાતચીતના અંશ...

ચિત્રલેખા: એનઆરઆઈ માટે બજેટમાં શું જોગવાઈ છે?

અશોક શાહઃ અત્યાર સુધી એનઆરઆઈ ભારતમાં ૧૮૨ દિવસથી વધુ રહે તો એને ઈન્ડિયન રેસિડન્ટ ગણવામાં આવતા ઉપરાંત છેલ્લા ચાર વરસમાં ૩૬૫ દિવસથી વધુ ભારતમાં રહ્યા હોય અને ચાલુ વરસમાં ૬૦ દિવસથી વધુ ભારતમાં રહ્યા હોય તો પણ રેસિડન્ટ ગણાય છે. હમણાં સુધીની જોગવાઈ મુજબ એનઆરઆઈ ભારતની મુલાકાતે આવે ત્યારે એ ૧૮૨ દિવસ ભારતમાં રહી શકે છે. આ બજેટમાં નાણાપ્રધાને આ ૧૮૨ દિવસને બદલે ૧૨૦ દિવસ કરી નાખ્યા છે અર્થાત ૧૨૦ દિવસથી વધુ ભારતની મુલાકાતે આવનારા એનઆરઆઈ ભારતીય રહીશ ગણાશે અને એની આખા જગતમાંથી થતી કમાણી પર ભારતમાં ટેક્સ લાગુ થશે. આ ઉપરાંત, જો આ વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને અન્ય દેશમાં કરપાત્ર ન હોય તો પણ એણે ભારતમાં ટેક્સ ભરવાનો થઈ શકે.

ભારત સરકારે આ પગલું શા માટે ભર્યું?

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020