શહીદ જવાનોની સ્મૃતિ-શ્રદ્ધાંજલિનું નવું સરનામું

Chitralekha Gujarati|February 24, 2020

શહીદ જવાનોની સ્મૃતિ-શ્રદ્ધાંજલિનું નવું સરનામું
માતૃભૂમિની રક્ષા કરવામાં જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ વીરોનાં નામ-કામ સમાજ અને મિડિયામાં ગુંજે છે, પરંતુ સમય જતાં વિસરાઈ જાય છે. એના ઉકેલ અને શહીદોની ચિરંજીવા સ્મૃતિના ઉદ્દેશથી સાકાર થયું છે ભારતીય શહીદો માટેનું દેશનું પ્રથમ ‘ઑનલાઈન મેમોરિયલ'. અહીં જાણીએ શહીદ સ્મૃતિ અને શ્રદ્ધાંજલિના નવતર માધ્યમ-મેમોરિયલની સર્જનકથા.

દેશમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીમાં ૫૮૪નાં મૃત્યુ. બીજી રીતે કહો તો વર્ષે સરેરાશ ૧૧૭નાં મરણ થયાં. જો કે એ અકસ્માત, બીમારી કે આપઘાતથી મોતને ભેટ્યા નહોતા. આ મૃતકો દેશની રક્ષા કરનારા જવાંમર્દ વીર સૈનિકો હતા.

વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં પર૭ અને ગયા વર્ષે પુલવામા આતંકી હુમલામાં ૪૦ સૈનિક વીરગતિ પામ્યા હતા. એ સમયે શહીદના પરિવારજનો અને સૈન્ય સ્ટાફે આંસુ સાર્યા. લોકો વ્યથિત થયા હતા. શહાદતની મિડિયાએ નોંધ લીધી. જો કે અમુક શહીદોના પરિવારોની જેમ એક એર ફોર્સ અધિકારીને લાગ્યું કે લોકો શહીદોને ભૂલી ગયા છે. જવાનોની બહાદુરી અને બલિદાનની વાત સમાજથી અજાણ રહી છે એથી એમણે મનોમંથન કરીને ઉકેલ પણ શોધ્યો. એ માટે તન-મન-ધન ખર્ચો. એ પ્રવૃત્તિ આજે પ્રેરક બની છે.

સૈનિકો ઘર પરિવારથી દૂર રહીને મુશ્કેલી અને જોખમો વચ્ચે દેશની રક્ષા કરે છે. આર્મી, નેવી અને એર ફોર્સ એમ ત્રણેય પાંખના પ્રત્યેક સૈનિક માતૃભૂમિ માટે મરી ફિટવાની જાંબાઝી અને તમન્ના ધરાવે છે. ઘણા સૈનિકો કે અધિકારીઓ યુદ્ધ, જુદાં જુદાં ઑપરેશન, આતંકવાદ સામે લડાઈ, ક્રૉસ બોર્ડર ફાયરિંગ કે દુશ્મનોના હુમલામાં વીરગતિ પામ્યા. અમુકે સિયાચીન ગ્લૅશિયર, કશ્મીર, લેહ, લડાખ, વગેરેનાં અતિ વિષમ વાતાવરણ ને કુદરતી આફતોમાં જાન ગુમાવ્યા હતા.

કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા કારગિલ ચક્ર અને કારગિલ મેડલથી સમ્માનિત નેવીના નિવૃત્ત ઈન્ચાર્જ નેવલ ઑફિસર કોમોડોર ઉત્પલ વોરા નેવીમાં ઉચ્ચ હોદ્દે પહોંચનારા એકમાત્ર ગુજરાતી અધિકારી છે.

અમદાવાદમાં રહેતા ૬ર વર્ષે ઉત્પલભાઈ કહે છે : “ઘણા સૈનિકો શાંતિ સમયે પ્રોક્સી વૉર અને યુદ્ધમાં ખપી ગયા હતા. એક જવાનને દેશસેવા માટે તૈયાર કરતાં વર્ષો લાગે છે. એ માટે અઢળક ખર્ચ પણ થાય છે. શહાદત એ સર્વોચ્ચ બલિદાન છે."

હવે આ જુઓ... યુદ્ધ, ઓપરેશન અને કઠિન પરિસ્થિતિમાં શહાદત વહોરનારા જવાનોના પરિવારને સરકારે વળતર આપ્યું હતું. ચોંકાવનારી વાત ગણો તો વળતરની રકમમાં અસમાનતા હતી! હા, થોડાં વર્ષથી સરકારે સહાયની રકમ વધારી છે ખરી.

શહીદોના પરિવારો માટે શું કરવું જોઈએ?

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020