અહીં સેલિબ્રિટીઝ લડે છે શસ્ત્ર વિનાનું યુદ્ધ...

Chitralekha Gujarati|February 24, 2020

અહીં સેલિબ્રિટીઝ લડે છે શસ્ત્ર વિનાનું યુદ્ધ...
સોશિયલ મીડિયાના 'ટ્વિટર' નામના પ્લેટફોર્મનું સત્તાવાર ચિહ્ન ઉડતી ચીડિયા (પંખી) છે, પણ અહીં કોયલના ટહુકા કરતાં કાગડાઓનો કકળાટ વધારે સંભળાય (ખરેખર તો વંચાય) છે. ભિન્ન રાજકીય-બિનરાજકીય અભિપ્રાય અનુસાર બે છાવણીમાં વહેંચાઇ ગયેલા 'ટ્વિટર' વર્લ્ડમાં મારીએ એક ચક્કર...

ગીતા'માં લખ્યું છે કે એક સાચો હિંદુ બહાદુર હોય છે અને ક્યારેય મેદાન છોડીને ભાગી જતો નથી. મેં અમિત શાહને જાહેર ચર્ચા માટે પડકાર આપેલો, પણ એ મેદાન છોડીને ભાગી ગયા... -અરવિંદ કેજરીવાલ

.. ને પછી શ્રીકૃષ્ણએ અરવિંદ કેજરીવાલને કહ્યું : ‘મૂર્ખ, ગીતામાં મેં ક્યાંય ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ કર્યો નથી તો તું 'ગીતા'ની કઈ આવૃત્તિ વાંચે છે? ને રણભૂમિ છોડવા પ્રત્યે આટલો ઊહાપોહ કેમ? વ્યૂહનીતિ અનુસારની પીછેહઠ કરીને જ તો હું પણ ‘રણછોડ’ તરીકે પૂજાઉં જ છું ને... ” -ટુ ઈન્ડોલોજી

તો તમે સોશિયલ મિડિયાના આ જમાનામાં ટ્વિટર વપરાશકર્તા હશો તો તમને ખયાલ હશે કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે અને ટુ ઈન્ડોલૉજી નામના સજ્જન (કે સન્નારી) એ ભક્ત છે. ભક્ત એટલે મોદીજીના અંધચાહક ને દેશદ્રોહી એટલે મોદી-ભાજપ કે હિંદુત્વની વિરુદ્ધ બોલવાનો ગુનો કરનારા રાક્ષસજન!

૨૮૦ અક્ષરમાં તમારી વાત, પ્રતિભાવ, ટીકા કે ગાલગલોચ સુદ્ધાં દુનિયાને જણાવવાની સુવિધા આપતું ટ્વિટર એક એવું રણમેદાન છે, જેમાં દરસેન્ડ શબ્દોનાં તીર નહીં, મશીનગન ને તોપગોળા છૂટે છે. વ્યંગ, ટીખળ કે જુઠ્ઠાણાં તો ઠીક, પણ કાનમાંથી કીડા ખરે એવી ગાલીગલોચ, ચારિત્રયહરણ અહીં વાંચવા મળે છે. આવું લખનારા પાછા લોકપ્રિય નેતા અભિનેતા, ઉદ્યોગપતિ, લેખક વક્તા, પત્રકાર, વકીલો, વગેરે છે. ભારતની સવા અબજની આબાદીમાંથી માત્ર ૮૦ લાખ લોકો ટિવટર પર સક્રિય છે, પણ આ વર્ગ બોલકો વધુપડતો છે. ટ્વિટર એમને ત્વરિત લોકપ્રિય બનાવે છે, પણ સાથે એમને સામી છાવણીની ટ્રોલ આર્મી (ટીકાકારોના લશ્કર) નાં વાગ્બાણ પણ સહેવાં પડે છે.

ઉદાહરણ તરીકે, હમણાં અભિનેત્રી સોનમ કપૂર આહુજાને ટ્રોલ્શ વોન્ટેડ ગેન્ગસ્ટર કમ આતંકી દાઉદ ઈબ્રાહિમ સાથે એના પિતા અનિલ કપૂરના જૂના વિડિયો વાઈરલ કરીને એવી તો પજવી કે..

બનેલું એવું કે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી નજીક ગોળીબારની ઘટનામાં એક હિંદુ તરુણ પકડાયો ત્યારે સોનમે મોટે ઉપાડે ટ્વિટ કર્યું કે ભારતમાં આવું બનશે એવું હું કલ્પી શકતી નથી. ભાગલાવાદી રાજકારણ બંધ કરો. એનાથી ધિક્કાર ફલાય છે. જો તમે ખરા હિંદુ હો તો સમજો કર્મ-ધર્મને. જો કે તમારું આ પગલું બેમાંથી એકેય નહોતું.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020