કોરોનાએ બદલી રક્ષાબંધનની રંગત
ABHIYAAN|August 8, 2020
કોરોનાએ બદલી રક્ષાબંધનની રંગત
તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ કોરોનાનો કેર પણ યથાવત છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સાક્ષી આપતા રક્ષાબંધનના તહેવારની આખું વર્ષ રાહ જોવાતી હોય છે, પરંતુ આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી નોખી રીતે જ થશે. એમ કહી શકીએ કે આ વર્ષે તહેવારોની પરંપરાગત ઉજવણીમાં પરિવર્તનનો વાયરો જોવા મળી રહ્યો છે.

'શાયદ વો સાવન ભી આએ, જો બહેના કા રંગ ન લાએ, બહન પરાએ દેશ બસી હો, અગર વો તુમ તક પહોંચ ન પાએ, યાદ કા દીપક જલાના જલાના. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ભૈયા મેરે..' નૈયા બે દિવસથી આ ગીત મનમાં ને મનમાં ગણગણતી હતી. સાસુમા, પતિ સાહિલ અને દીકરી સાયા તેને જોતાં હતાં. દર વર્ષે રક્ષાબંધન નજીક આવે એટલે નૈયા આ જ ગીત ગાતી. નૈયાને માતાપિતાની જેમ જ મોટી કરનાર આદિત્ય તેનો ભાઈ દિલ્હી રહે અને નૈયા સુરત. કોરોનાની પરિસ્થિતિમાં પોતે ભાઈ પાસે નહીં જઈ શકે એવા વિચાર કરી તે આંસુ સારતી ગીત ગાયા કરતી. આ વર્ષે તો ભાઈથી દૂર રહેશે. સાસુમાએ નૈયાને પાસે બેસાડીને સમજાવી કે તું ભાઈ પાસે જઈશ અને બંનેમાંથી એક બીમાર થશે તો કાયમી વસવસો રહેશે કે કાશ, એક રક્ષાબંધન સાચવી લીધી હોત. સાસુમાની વાત સાંભળી નૈયાએ તરત જ ભાઈને ફોન જોડ્યો અને કહ્યું કે, વીરા, આ વર્ષે હું તો નહીં આવી શકું અને મારી રાખડી પણ નહીં આવી શકે, પરંતુ આપણો પ્રેમ અખંડ છે. તું મારા નામથી રાખડીની ખરીદી કરજે અને મારી ભત્રીજી કાયા પાસે બંધાવજે. આ વર્ષે આપણે ઓનલાઇન રક્ષાબંધન ઉજવીશું. નૈયા જેવી અનેક બહેનો છે જે કોરીના વાઇરસથી પરિવારના રક્ષણ માટે પિયર જવાનું ટાળશે.

હોમમેડ રાખડી આત્મનિર્ભરતા તરફ ડગ

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020